જસદણ હવેલીમાં ગુંસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

જસદણ હવેલીમાં ગુંસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
જસદણ હવેલીમાં ગુંસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો

સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજીની તથા શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં તાજેતરમાં ગુંસાઈજી વિઠલનાથજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્યતાથી ઉજવવાયો હતો.

Read Saurashtra Kranti E-Paper here

આ પ્રસંગે હવેલીમાં નંદ મહોત્સવ, રાજભોગ દર્શન, આરતી વગેરે યોજાયા બાદ મહિલા મંડળના મોટી સંખ્યામાં સભ્ય બહેનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કિર્તનીયા ચંદ્રકાંતભાઈ બાબરીયા, ભુપેન્દ્રભાઈ ધારૈયા, ચંદુભાઈ વદોદરિયા સહિતના લોકોએ કિર્તનની રમજટ બોલાવી હતી.

Read About Weather here

જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ ભરતભાઈ ધારૈયા, ભરતભાઇ જનાણી, અશોકભાઈ મહેતા, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા અને કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી સહિતનાં લોકોએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here