જસદણ વિંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પશુપાલકોને જે મુશ્કેલી પડી રહી છે ત્યારે જે લાઇસન્સ કાઢવાની સરકાર પરવાનગી આપી છે તે હેતુસર જસદણ પ્રાંત કચેરી ખાતે ગુજરાત માલધારી સેલના પ્રદેશ પ્રમુખ અમીતભાઈ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા, જસદણનાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઇ ગોહિલ, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડા, અવસરભાઈ નાકીયા, વિનુભાઈ ધડુક, ધીરુભાઈ છાયાણી તેમજ માલધારી સમાજના આગેવાનો સાથે રાખી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ રાજય સરકારે બજેટના છેલ્લા દિવસે ઢોર નિયંત્રણ ધારાનું વિધેયક -2022 પસાર કરી જસદણ અને વિંછીયા તાલુકાના પશુપાલકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. શહેરી વિસ્તારોમાં આખલાના ત્રાસથી લોકોના જાનમાલને નુકશાન થઈ રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આખલાના પ્રશ્ન બાજુએ મુકી શહેરી વિસ્તારોમાં પશુઓને રાખવા લાઈસન્સ મેળવી 15 દિવસમાં ઢોરને ટેગ લગાડવા અને કાયદાનો ભંગ થાય તો 1 વર્ષ સુધીની કેદની સજા અને 5 થી 20 હજાર સુધીના દંડની જોગવાઈ કરવામાં આવતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કાયદાની જોગવાઈ મુજબ લાયસન્સ નહી હોય તો એફ.આઈ.આર અને આકરા દંડની પણ જોગવાઈ કરવામાં આવતા માલધારી , રબારી અને પશુપાલકોમાં રોષ ફાટી નિકળ્યો છે
ગુજરાતના ઈતિહાસમાં પશુપાલકો માટે લાયસન્સની જોગવાઈ એક પણ સરકારે કરી નથી ત્યારે વર્તમાન સરકાર ખેડૂત વિરોધી કાયદો લાવી અભણ અજ્ઞાન માલધારી – રબારી અને પશુપાલકોને કાગળીયાની માયાજાળમાં ગુંથી દીધા છે. પશુપાલકોએ લાયસન્સ માટે કચેરીઓના ધકકા ખાવા પડશે . ઢોર નિયંત્રણ ધારો માત્ર શહેરી વિસ્તારોમાં રખડતા ખુંટીયાને દૂર કરવા માટેની રજુઆતો હતી તેના બદલે ગાય, ભેંસનો સમાવેશ કરી પશુપાલકો સાથે સરકારે અન્યાય કર્યા છે જસદણ, વિંછીયા તાલુકાના એકપણ ગામમાં ગૌચર ગૌચર ઉપલબ્ધ નથી જયારે કેટલાક ગામડાઓમાં લધુતમ કરતા પણ ઓછુ ગૌચર છે
Read About Weather here
ત્યારે સરકારે ગૌચર કાયદાની અમલવારી પૂર્ણ કરે તે જરૂરી છે. પશુપાલકો, માલધારી અને રબારી સમાજના લોકોના પશુઓ માટે વૈકલ્પિક સુવિધાઓ ઉભી કર્યા બાદ કાયદાની અમલવારી થાય તેવી માંગ કરવામાં આવે છે જયાં સુધી પશુપાલકોના માલ ઢોર માટેની વૈકલ્પિક સુવિધા ન થાય ત્યાં સુધી કાયદાને સ્થગિત રાખવા યોગ્ય કાર્યવાહી અંતમાં માંગણી કરવામાં આવી છે. વનીબેન માલકીયા, શીવાભાઈ સુવાણ, લાભુબેન બોઘરા, સુરેશભાઈ છાયાણી, જયેશભાઈ મયાત્રા, વિનુભાઈ મેણીયા, બસીરભાઈ પરમાર, હરેશભાઈ ધાધલ, સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.(1.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here