જસદણની સરકારી હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન ફાળવો

જસદણની સરકારી હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન ફાળવો
જસદણની સરકારી હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન ફાળવો

સામાજિક કાર્યકર હરિભાઈ હિરપરા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

જસદણની સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન ફાળવવા માટે સામાજિક યુવા કાર્યકર હરિભાઇ વેલજીભાઈ હિરપરાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે.

જેમાં જણાવ્યું છે કે લાંબા સમયથી જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્રને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે પણ પુરતાં ડોકટરો અને માળખાકીય સુવિધા ન હોવાથી દર્દીઓને સીધાં રાજકોટ ધકેલવામાં આવે છે. જસદણની આ હોસ્પિટલ તાલુકાભરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે પણ હાલ કોરોના મહામારીમાં દર્દીઓની સંખ્યાની સામે માત્ર જૂજ સંખ્યામાં વેન્ટિલેટર ઓક્સિજન પથારી સહીતની સુવિધા ઉપલબ્ધ થઈ છે.

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

જસદણમાં કોઈ ખાનગીમાં સીટી સ્કેન કઢાવવા માટે જાય તો એમને રૂપિયા બે હજાર થી પાંચ હજાર સુધીનો ખર્ચ થાય છે.શ્રીમંતોને આ ખર્ચ પરવડી શકે પરંતુ શહેર ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં નાગરિકોને આ ખર્ચ પરવડતો નથી ત્યારે જસદણની સિવિલ હોસ્પિટલમાં આવનારી બીમારીઓને ધ્યાને લઈ તાત્કાલિક સીટી સ્કેન મશીન મુકવા રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here