જસદણનાં નવાગામ પાસે કારમાં 137 બોટલ દારૂ સાથે પાંચ ઝડપાયા

જસદણનાં નવાગામ પાસે કારમાં 137 બોટલ દારૂ સાથે પાંચ ઝડપાયા
જસદણનાં નવાગામ પાસે કારમાં 137 બોટલ દારૂ સાથે પાંચ ઝડપાયા

પડધરીમાં સ્વીફટ કારમાં ૭૨ બોટલ સાથે શખ્સની ધરપકડ

જસદણનાં નવાગામ પાસે સોમલપર ગામના રસ્તેથી દારૂભરેલી કારનું પાયલોટીંગ કરતા ત્રણ શખ્સો દારૂ ૧૩૭ બોટલ ભરેલી કાર સાથે દબોચી લઇ રૂ. ૨૦૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ અંગેની વિગત મુજબ જસદણ પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે નવાગામ પાસે સોમલપર ગામના રસ્તે વોચ ગોઠવી હતી ત્યારે એક ફોર વ્હીલર કારનું બે બાઈકમાં ત્રણ શખ્સો પાયલોટીંગ કરતા નિકળતા પોલીસે પીછો કરી બાઈકમાં પાયલોટીંગ કરતા ત્રણ શખ્સો અને કારમાં બેઠેલા બે શખ્સોને અટકાવી કારની તલાસી લેતા તેમાંથી વિદેશીદારૂની ૧૩૭ બોટલ કિંમત રૂ. ૪૭૯૫૦ ની મળી આવતા પોલીસે કાર તથા બે બાઈક સહિત રૂ. ૨૬૭૯૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી

Subscribe Saurashtra Kranti here

કારના ચાલક હરસુખ રમેશ ભડાણીયા (રહે. સોમલપર), મહેશ લાલજી ડેકાણી (રહે, ભડલી ગામ) તથા બે બાઈકમાં દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કરતો સંજય વલ્લભ પરમાર, વિમલ નયુ ડાભી તથા રવિ કરશન ડાભી સહિત પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read About Weather here

જયારે અન્ય એક દારૂનાં દરોડામાં રૂરલ એલ.સી.બી ટીમનાં એ.એસ.આઈ મહેશભાઈ, રવિદેવભાઈ સહિતનાં સ્ટાફે પડધરીમાં મોવેયા સર્કલ નજીકથી મારૂતિ સ્વીફટ કારમાં દારૂની ૭૨ બોટલ કિંમત ૨૭૦૦૦ સાથે નિકળેલા રાકેશ કિશોર વેકરીયા નામના પટેલ શખ્સની ધરપકડ કરી રૂ. ૨૩૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here