જવાદ ચક્રવાતને લઇ હાઇ અલર્ટ…!

‘જવાદ’ વાવાઝોડાથી બચવા આંધ્ર-ઓરિસ્સામાં હજારો લોકોનું સ્થળાંતર
‘જવાદ’ વાવાઝોડાથી બચવા આંધ્ર-ઓરિસ્સામાં હજારો લોકોનું સ્થળાંતર
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી લગભગ 770 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં મોડી રાત્રે બંગાળની ખાડી પરનું દબાણ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર તેજ થઈને ચક્રવાતી વાવાઝોડું ‘જવાદ’માં પરિવર્તિત થઈ શકે છે. એ શનિવારે સવારે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે.

શનિવારે ટકરાશે વાવાઝોડું શુક્રવારે સવારે પશ્ચિમ-મધ્યને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં આ દબાણ ભારે ડિપ્રેશનમાં પરિણમ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 12 કલાકમાં એ ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે અને

એ શનિવાર સવાર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ-ઓડિશાના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે. ચાર ડિસેમ્બર શનિવારે ઓડિશા અને આંધ્રના દરિયાકાંઠે ટકરાશે. જણાવી કે આ વખતે ચક્રવાત જવાદનું નામ સાઉદી અરબે આપ્યું છે. જવાદનો આરબીમાં અર્થ ઉદાર કે દયાળુ થાય છે.

ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગંગાના પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવે છે

અને ખાસ કરીને ખેતીના પાકને નુકસાન અંગે ચેતવણી જારી કરવામાં આવી છે.વાવાઝોડા જવાદને પગલે વડાપ્રધાન મોદીએ પણ એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં વડાપ્રધાન મોદીએ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો અને સંબંધિત અજન્સીઓની તૈયારી બાબતની સમીક્ષા કરી હતી.

ઓડિશા સરકારે ચક્રવાત જવાદથી થતી પ્રતિકૂળ અસરોને રોકવા માટે માર્ગદર્શિકા જારી કરી છે. વિશેષ રાહત કમિશનર પ્રદીપ કુમાર જેનાએ કહ્યું હતું કે સરકાર દ્વારા દરિયાકાંઠાના જિલ્લાઓમાં રાષ્ટ્રીય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) રાજ્ય ફાયર સર્વિસ અને

ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સ (ODRAF) સહિત 266 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાંથી NDRFની 29 ટીમને તહેનાત કરી દેવામાં આવી છે અને 33 ટીમને સ્ટેન્ડબાય રખાઇ છે.

વાવાઝોડું જવાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે. 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ખેડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Read About Weather here

જેનાએ કહ્યું, “રાજ્ય સરકાર વાવાઝોડા સામે દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, દરિયાકાંઠાના 14 જિલ્લાને અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને આવનારા ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here