જમ્મુ અને કાશ્મીરમાં વધુ 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં વધુ 3 આતંકવાદીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં વધુ 3 આતંકવાદીઓ ઠાર

વહેલી સવારે પુલવામા વિસ્તારમાં સુરક્ષા દળોની મોટી સફળતા: બે દિવસમાં ભયાનક અથડામણમાં 7 ટોચનાં ત્રાસવાદી મરાયા: કુલગામમાં બે ત્રાસવાદી ઠાર

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી વિરોધી અભિયાનમાં ભારતીય સુરક્ષા દળોએ વધુ એક મોટી સફળતા મેળવી હતી. આજે વહેલી સવારે પુલવામા ખાતે ભારતીય સુરક્ષા દળો સાથેની જોરદાર અથડામણમાં પાકિસ્તાની જૈશ સંગઠનનાં ત્રણ ત્રાસવાદીઓ ઠાર મરાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જેમાંનો એક પાકિસ્તાની નાગરિક હોવાનું જાહેર થયું હતું. ગઈકાલે કુલગામમાં પણ બે ત્રાસવાદી ઠાર થયા હતા. સુરક્ષા દળોએ બે દિવસમાં 7 ત્રાસવાદીઓને ઠાર માર્યા છે અને જૈશ જૂથને મરણતોલ ફટકો માર્યો છે.

કાશ્મીર ખીણનાં પુલવામા જિલ્લાનાં ચાંદગામ વિસ્તારમાં ત્રાસવાદીઓ સાથે વહેલી સવારે અથડામણ થઇ હતી. સામસામા ગોળીબારમાં સલામતી દળોએ ત્રણ ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. ઘટના સ્થળેથી વાંધાજનક દસ્તાવેજો,

શસ્ત્રો અને દારૂગોળો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. કાશ્મીરનાં આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પહેલા પાંચ દિવસમાં જ 8 આતંકીઓને ઠાર મારી આપણા

Read About Weather here

સલામતી દળોએ મોટી સફળતા મેળવી છે. ગઈકાલે કુલગામમાં બે અને કુપવાડામાં એક ત્રાસવાદી ઠાર મરાયો હતો. એકે-47 રાયફલ અને પિસ્તોલ તથા દારૂગોળો મળી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here