જમવાનું બનાવવા બાબતે ઝઘડો કરી પતિએ પત્નીને મારમારી સુસ્ટી વિરુધ્ધનું કૃત્ય કર્યું

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

સરદાર ગૌશાળા પાસે આવેલા શીતલધાર વિસ્તારનો બનાવ: મહિલાએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિની કરી ધરપકડ

શહેરની ભાગોળે આવેલા સરદાર ગૌશાળા પાસે શીતલધાર વિસ્તારમાં પરપ્રાંતિપપત્ની પતિએ જમવાનું બનાવવા બાબતે ઝઘડો કરી મારમારી તેની મરજી વિરુધ્ધ સુસ્ટી વિરુધ્ધનું કૃત્ય કરતા પોલીસે શખ્સની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ શીતલધાર વિસ્તારમાં આવેલી સરદાર ગૌશાળા પાસે ખરાબાની જમીનમાં જુપડું કરી રહેતી 42 વર્ષીય પરપ્રાંતિપ મહિલાએ આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે છેલ્લા ઘણા સમયત્યહી પતિ સાથે રાજકોટમાં રહી મજુરીકામ કરી ગુજરાન ચલાવે છે.

તેને સંતાનમાં બે પુત્રો છે જે હાલ દિલ્હીમાં તેની બહેનનાં ઘરે રહેતા હોય અહીંયા પતિ પત્ની એકલા રહેતા હોય ગઈકાલે મહિલાનો પતિ અરૂણસિંહ જતનસિંહ રાજપૂત નામના શખ્સે તેની સાથે જમવાનું બનાવવા બાબતે ઝઘડો કર્યો હતો.

પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ તેની પત્નીને બેફામ મારમારી ગળે ટુપો આપી દઈ બેભાન થઇ જતા તેની મરજી વિરુધ્ધ બળજબરી કરી તેની સાથે સુસ્ટી વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું.

Read About Weather here

બનાવબાદ મહિલા આજીડેમ પોલીસ મંથકે દોડી આવી આપવીતી વર્ણવતા પોલીસે તેની ફરિયાદ નોંધી હતી. મહિલાની ફરિયાદનાં આધારે મહિલા પી.એસ.આઈ એમ.ડી.વાળા, રાઈટર મેહુલભાઈ પંડ્યા સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી મહિલાનું મેડીકલ ચેકઅપ કરાવી તેની સાથે સુસ્ટી વિરુધ્ધનું કૃત્ય કરનાર તેના પતિ અરૂણસિંહ જતનસિંહ રાજપૂતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here