જન્માષ્ટમી પર જગત મંદિર ખુલ્લુ રાખવા પર નિર્ણય જાહેર

જન્માષ્ટમી પર જગત મંદિર ખુલ્લુ રાખવા પર નિર્ણય જાહેર
જન્માષ્ટમી પર જગત મંદિર ખુલ્લુ રાખવા પર નિર્ણય જાહેર

મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિડ ગાઈડલાઈન્સના પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે
શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિશયલ વેબસાઇટ- WWW.dwarkadhish.org ઉપર લાઇવ દર્શન કરી શકાશે

Visit Saurashtra Kranti Homepage here

પ્રતિ વર્ષે શ્રી દ્વારકાધીશ મંદિર – દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવે છે . આ ઉત્સવના દિવસો દરમ્યાન લાખો યાત્રિકો દર્શને આવતાં હોય છે .આ વર્ષે મંદિરના દર્શનના નિયત કલાકો દરમ્યાન મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લુ રહેશે .

મંદિર દર્શન માટે આવનારા સૌ એ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઇડ લાઇન્સનું પાલન ફરજિયાત પણે કરવાનું રહેશે .

મંદિર પરિસરમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો પણ ચુસ્તપણે પાળવાના રહેશે . આ માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા – સર્કલ કરીને તેમાં દર્શનાર્થી ઉભા રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે .

Read About Weather here

દ્વારકા આવતાં યાત્રિકોને અપીલ કે કોરોના ગાઇડલાઇન્સનું ચુસ્તપણે પાલન થાય તેમજ શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિશયલ વેબસાઇટ- WWW.dwarkadhish.org ઉપર લાઇવ દર્શન સુવિધા ચાલુ છે . તેમજ દુરદર્શન ઉપર શ્રી દ્વારકાધીશ મંદિરના આરતીનું લાઇવ પ્રસારણ કરવામાં આવનાર છે .

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here