જંગવડ ગામ પાસે રૂ.16.23 લાખનો દારૂ ભરેલો ટ્રક પકડાયો

2338
જંગવડ ગામ પાસે રૂ.16.23 લાખનો દારૂ
જંગવડ ગામ પાસે રૂ.16.23 લાખનો દારૂ

રૂરલ એલ.સીબીની ટીમે ચોકસ બાતમીના આધારે વોંચ ગોઠવી દારૂના જથ્થા સામે માધવપુરના શખ્સો ની ધરપકડ કરી કુલ રૂ.૨૬.૩૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો

Subscribe Saurashtra Kranti here

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો વેપલો કરતા બુટલેગરો સક્રિય બન્યા હોવાથી દારૂની બદિને નાબુદ કરવા ગઈકાલે પેટ્રોલિંગ દરમ્યાન આટકોટના જંગવડ ગામ પાસેથી રૂ.૧૬.૨૩ લાખની કિમતનો દારૂ ભરેલો ટ્રક સાથે માધવપુરના શખ્સને દબોચી લઇ કુલ રૂ.૨૬.૩૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

Read About Weather here

આ અંગેની વિગત મુજબ રાજકોટ જીલ્લા માં દારૂની બંધીને નાબુદ કરવા રૂરલ.એલ.સી.બી ના પીઆઈ  એ.આર ગોહિલની સુચનાથી પી.એસ.આઈ બી.એમ. કોળાદરા સહિતનો સ્ટાફ ગઈ રાત્રીના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે આટકોટના જંગવડ ગામે રોડપર થી પસાર થતા જીજે-૧૧-w-૪૪૧૨ ટ્રક શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે ટ્રક ને અટકાવી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૪૧૨ બોટલ કીતમ રૂ.૧૬૨૩૬૦૦ નો દારૂનો જથો મળી આવતા ટ્રકના ચાલક મહમદખાન ઈબ્રાહીમ ખાન બેલીમ (રહે.માધવપુર ગામ તા.પોરબંદર) નામના શખ્સને દબોચી લઇ ટ્રક સહીત કુલ રૂ.૨૬૩૦૪૩૦ નો મુદામાલ કબજે કરી ઝડપાયેલા ટ્રક ડ્રાઈવરની આકરી પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મોક્લાવનાર જુનાગઢના તીળાવાડીના ફૂલનાથ નગરમાં રહેતા રાજાનકુમાર સવદાસ કરગતીયા નામના બુટલેગર નું નામ ખુલતા રૂરલ એલ.સી.બી ની ટીમે રાજન કુમાર ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.   

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઅમદાવાદમાં મેઘો મંડાયો : વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
Next articleનાગિન 3 નાં અભિનેતાની સગીર યુવતી પર બળાત્કારનાં આરોપમાં થઇ ધરપકડ