આ ભૂંડને પકડવા માટે યુવાન વંડામાં ગયો તો તેના પર હિચકારો હુમલો કરી દીધો હતો. પડધરીમાં એક જંગલી ભૂંડનો આતંક સામે આવ્યો છે. પડધરીના ગીતાનગરમાં એક ભૂંડ હિંસક બની લોકો પર ત્રાટક્યું હતું, જેમાં ચાર લોકોને બચકાં ભરી લેતાં લોહીલૂહાણ થયા હતા. બાદમાં આ ભૂંડ એક વંડામાં ઘૂસી ગયું હતું. આ યુવાનના બન્ને પગ, હાથ અને છાતીમાં ઘાતક દાંત બેસાડી દીધા હતા, આથી યુવાન લોહીલુહાણ થઈ ગયો હતો.જંગલી ભૂંડના હુમલાથી પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી છે.
Visit Saurashtra Kranti Homepage here
આ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે, જેમાં પકડવા ગયેલો યુવાન ખૂબ જ ગંભીર રીતા ઘાયલો થયો છે. જંગલી ભૂંડના આતંકથી ગીતાનગર વિસ્તારમાં રહેતા લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે ખેતરોમાં પાકને નુકસાન પહોંચાડતાં જંગલી ભૂંડ પકડીને તંત્ર ગીતાનગર સ્લમ વિસ્તારમાં છોડી મૂકે છે, આથી અમારા વિસ્તારમાં ભૂંડ હિંસક બની લોકો પર હુમલો કરે છે.
Read About Weather here
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા યુવાને જણાવ્યું હતું કે ખેતરમાં કરંટ લાગતાં ભૂંડ ગામમાં આવી ગયું છે. હિંસક બનેલું આ ભૂંડે ત્રણ-ચાર લોકોને બચકાં ભર્યાં હતાં. બાદમાં એક વંડામાં હતું તો હું તેને પકડવા ગયો હતો, પરંતુ ભૂંડે મારા પર જ હુમલો કરી દીધો હતો. તેમ છતાં પણ મેં ભૂંડને પકડી લીધું હતું. મને બંને પગ, હાથમાં અને છાતીના ભાગે બચકાં ભર્યાં છે. આ ભૂંડે પાંચ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે.ભૂંડના હુમલાથી આજે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાં એક તો પકડવા ગયેલા યુવાન પર જ ભૂંડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જંગલી ભૂંડ બાળકોને પણ બચકાં ભરે છે. હાલ અમારા વિસ્તારમાં ભયનો માહોલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here