છોટાહાથીના ચોરખાનામાં દારૂ છુપાવી નીકળેલો શખ્સ ઝડપાયો

છોટાહાથીના ચોરખાનામાં દારૂ છુપાવી નીકળેલો શખ્સ ઝડપાયો
છોટાહાથીના ચોરખાનામાં દારૂ છુપાવી નીકળેલો શખ્સ ઝડપાયો

કાલાવડ રોડ ગ્રેસ કોલેજ રોડ પર કાર્યવાહીઃ કુલ 2.81 લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ અગાઉ દારૂના ચાર ગુનામાં સંડોવણી

કાલાવડ રોડ પર મટુક રેસ્‍ટોરન્‍ટ પાછળ ગ્રેસ કોલેજવાળા રોડ પરથી દારૂ ભરેલુ વાહન પસાર થવાનું છે તેવી બાતમી પરથી યુનિવર્સિટી પોલીસે વોચ રાખી પટેલ પ્રૌઢને રૂ. 31200 નો દારૂ છુપાવી ભરેલા વાહન સાથે પકડી લઇ કુલ રૂ. 2,81,700 નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ શખ્‍સ અગાઉ પણ દારૂના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યો છે. છોટાહાથીમાં ચોરખાનુ બનાવી તેમાં બોટલો છુપાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ. ગોપાલસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી મળતાં વોચ રાખી સફેદ રંગની છોટાહાથી ગાડી આંતરી લીધી હતી.

જેમાં તપાસ કરતાં મેકડોવેલ્‍સ વ્‍હીસ્‍કી, જોનીવોકર રેડલેબલ  બ્રાન્‍ડની બોટલો અને ચપલા મળી 31200 નો દારૂ મળતાં તે તથા વાહન, મોબાઇલ કબ્‍જે કરી ચાલક અતુલ ગોરધનભાઇ વેકરીયા  (ઉ.54 -રહે. રવિપાર્ક મેઇન રોડ, બ્‍લોક નં. 41, પ્રેમ મંદિર પાછળ)ની ધરપકડ કરી છે.

Read About Weather here

આ શખ્‍સ છુટક મજૂરી કરે છે. દારૂ ક્‍યાંથી લાવ્‍યો? તેની તપાસ થઇ રહી છે. પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ. બી. જાડેજા તથા ડી. સ્‍ટાફના રાજેશભાઇ મિયાત્રા, યુવરાજસિંહ ઝાલા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ ખેર, કોન્‍સ. ગોપાલસિંહ જોજા, વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. આ શખ્‍સ અગાઉ પણ યુનિવર્સિટી, માળીયા મિયાણા અને ગાંધીગ્રામ પોલીસમાં ચાર વખત દારૂના કેસમાં પકડાઇ ચુક્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here