મારી પાસે વિચારવા જેવું બહુ નહોતું પરંતુ હું જાણતો હતો કે મારે મેદાનમાં જઈને સિક્સ ફટકારવાની છે. IPL 2022માં શુક્રવારે ટૂર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ રમવામાં આવી. મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સ સામે 190 રનનો ટાર્ગેટ મૂક્યો હતો અને ટીમને મેચ જીતવા આખરી બે બોલમાં 12 રન જોઈતા હતા. એટલે કે બે બોલમાં બે સિક્સ ફટકારવાની હતી અને થયુ પણ કઈક એવું જ. રાહુલ તેવટિયાએ આવીને ઝંઝાવતી ઉપરાછાપરી 2 છગ્ગા લગાવીને ટીમને એક અશક્ય લાગતી જીત અપાવી હતી. તેવટિયાએ ગુજરાત માટે મેચ જીતવા માટે શાનદાર ઇનિંગ રમ્યા બાદ કહ્યું, ‘જ્યારે તમે આ રીતે જીતો છો ત્યારે ખૂબ જ સારું લાગે છે.
Visit Saurashtra Kranti Homepage here
સ્મિથે પ્રથમ બોલ ઓફ-સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. એટલા માટે મેં પહેલેથી જ પ્લાન કરી લીધો હતો કે મારે કયો શોટ રમવાનો છે. ડ્રેસિંગ રૂમ ખરેખર ખૂબ જ શાંત છે. આશુભાઈ (નેહરા), ગેરી કર્સ્ટન અને સપોર્ટ સ્ટાફે ખરેખર સારું કામ કર્યું છે. અમને ફક્ત યોજનાઓને સારી રીતે અમલમાં મૂકવા અને તેને સારી રીતે બેકઅપ કરવા માટે કહેવામાં આવ્યું છે.ક્રિકેટમાં ખૂબ જ ઓછી વાર જોવા મળતુ હોય છે કે છેલ્લા બે બોલમાં જીત માટે 12 રનની જરુર હોય અને ટીમે જીત મેળવી હોય. IPLમાં છેલ્લી વખત 2016માં ધોનીએ આવું જ કઈક કરીને ટીમને જીત અપાવી હતી. તે સમયે પણ સામે પંજાબની ટીમ જ હતી અને ધોની રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમતો હતો.
Read About Weather here
મેચના છેલ્લા બે બોલ પર પુણેને 12 રનની જરુર હતી અને ધોનીએ અક્ષર પટેલની ઓવરમાં બે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. તે મેચમાં ધોનીએ કેપ્ટન ઈનિંગ્સ રમતા અણનમ 64 રન બનાવ્યા હતા.આ સિઝનમાં રાહુલ તેવટિયાએ ગુજરાતને 3 મેચમાં બીજી વખત જીત અપાવી હતી. તેવટિયાએ લખનઉ સામે 24 બોલમાં અણનમ 40 રન ફટકારીને ગુજરાતને IPL ઈતિહાસમાં પ્રથમ જીત અપાવી હતી. પંજાબ સામેની આ મેચમાં પણ તેણે માત્ર 3 બોલમાં અણનમ 13 રન ફટકારીને યાદગાર ઇનિંગ રમી હતી.આ સિઝનમાં ગુજરાતની 3 મેચમાં સતત ત્રીજી જીત છે અને ટીમ હાલમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 9 વિકેટે 189 રન બનાવ્યા હતા. લિયામ લિવિંગસ્ટોન 64 રન સાથે સૌથી વધુ રન સ્કોરર રહ્યો હતો. તે જ સમયે શિખર ધવને 35 રન બનાવ્યા હતા. GT તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી.ગુજરાતની જીતમાં તેવટિયાના સિક્સર ઉપરાંત શુભમન ગિલે પણ 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here