છૂટાછેડા થવા પાછળ 76.4%એ સોશિયલ મીડિયા-ફિલ્મજગતને જવાબદાર માન્યું

છૂટાછેડા થવા પાછળ 76.4%એ સોશિયલ મીડિયા-ફિલ્મજગતને જવાબદાર માન્યું
છૂટાછેડા થવા પાછળ 76.4%એ સોશિયલ મીડિયા-ફિલ્મજગતને જવાબદાર માન્યું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સર્વે
યુવાનો દુ:ખી લગ્ન જીવનનો અંત કરવામાં માને છે જયારે પ્રૌઢ અને વૃદ્ધો એકબીજાને સમય અને તક આપવામાં માને છે
96.4% લોકોએ સહનશક્તિનો અભાવ, 81%એ પશ્ર્ચિમીકરણ જવાબદાર ગણાવ્યું
યુવાન અને વૃદ્ધોના કરાયેલા સર્વેમાં બહાર આવેલાં તારણો

લગ્ન એક એવી બાબત જેમાં દરેક વ્યક્તિ પોતાના અલગ મંતવ્ય ધરાવતા હોય છે. જો યોગ્ય વ્યક્તિ સાથે સબંધ બંધાય તો આ સંબંધ જીવનભર સાથ આપે છે પણ જો પાત્ર યોગ્ય હોય તો તેના કારણે ઘણો સંઘર્ષ પણ થતો હોય છે. યોગ્ય વ્યક્તિ અને સમજુ વ્યક્તિ હોય તો તેના કારણે સબંધ નબળી પરિસ્થિતમાં પણ ટકી જાય છે જયારે અણસમજુ, જીદી અને જક્કી વ્યક્તિત્વ ધરાવનારના કારણે સબંધ તૂટતા વાર નથી લાગતી.

Visit Saurashtra Kranti Homepage here

આજના યુગમાં લગ્નજીવનના વર્ષો વીતી ગયા પછી પણ બાળકો હોવા છતાં પણ છૂટા પડી જવાનું વલણ વધ્યું છે ત્યારે એવા કિસ્સાઓમાં કારણો શું હોય તે વિશે મનોવિજ્ઞાન ભવનની પીએચડીની વિદ્યાર્થીની મોર ભારતીએ ડો.ધારા આર. દોશીના માર્ગદર્શનમાં 1110 લોકો પર એક સર્વે હાથ ધર્યો જેમાં જોવા મળ્યું કે યુવાનોમાં સહનશીલતા ઘટતી હોવાના કારણે તેઓ છૂટાછેડા લેવાનો મત ધરાવે છે જ્યારે પ્રૌઢો અને વૃદ્ધ લોકો આ બાબતે સહમત થતા નથી.

81% લોકોએ સ્વીકાર્યું હતું કે, આધુનિકીકરણ અને પશ્ર્ચિમીકરણનાં કારણે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. 76.4% લોકોએ કહ્યું કે લગ્નના વર્ષો બાદ જુદા થવા પાછળ સોશિયલ મીડિયા કે ફિલ્મ જગતની ભૂમિકા છે.લાંબા સમયના લગ્નજીવન બાદ પણ અલગ થઇ જવું શું યોગ્ય છે ? તેના જવાબમાં 18થી 25 વર્ષના યુવાનોમાં 63% લોકોએ હા કહી, 26 થી 40 વર્ષના 41% લોકોએ હા કહ્યું જ્યારે 41થી વધુ ઉંમર ધરાવતા માત્ર 31% લોકોએ હા જણાવી. આમ મોટી ઉંમરના લોકો છૂટાછેડાનો સ્વીકાર કરતા નથી જ્યારે યુવાન છૂટાછેડાનો સ્વીકાર કરે છે.

કૌટુંબિક પ્રશ્ર્નોના કારણે અલગ થઇ જવું યોગ્ય છે? જેમાં 18 થી 25 વર્ષના 56% લોકોએ હા જણાવી, 26 થી 40 વર્ષના 38% વર્ષના લોકોએ હા અને 41% થી મોટી ઉંમરના માત્ર 7% લોકોએ જ હા કહી હતી. યુવાનો કરતા મોટી ઉંમરના લોકો લગ્નજીવન ટકાવવામાં માને છે.

એકબીજાની ખૂબી અને ખામી સ્વીકારી જોડે રહેવું કે અપેક્ષા પૂરી ના થતા અલગ થઇ જવું ? તેના પ્રત્યુત્તરમાં 18 થી 25 વર્ષના 52% યુવાનોએ કહ્યું કે અલગ થઈ જવું જોઈએ, 26 થી 40 વર્ષના 40% એ કહ્યું કે અલગ થઈ જવું જોઈએ જ્યારે 41થી વધુ ઉંમર ધરાવતા માત્ર 17% લોકોએ અલગ થઇ જવાનું જણાવ્યું. આમ મોટી ઉંમરના બહુ ઓછા લોકો છૂટા થવામાં સહમત થાય છે.

છૂટાછેડાના મંતવ્યો આપતા જણાવ્યું કે એક બીજા ને સમય ન આપવાને કારણે પણ છૂટા છેડા થતા હોય છે, સહન ન થાય તો જુદું થવું યોગ્ય, છૂ ટાછેડા ખરેખર ન થવા જોઈએ, તે થવા માટે કોઈ એક કારણ નહીં પણ ઘણાં-બધાં કારણો હોઈ શકે છે. સંબંધોમાં ક્યાંક સહનશીલતા નું પ્રમાણ ઘટ્યું છે. એટલે ક્યાંક સંબંધો તૂટવા લાગ્યા છે. એક બીજાને સમજવુ જોઈએ કોઈની વાતોમાં આવી ને આપણું જીવન બરબાદ ના કરવું જોઇએ, છુટાછેડા થવા પાછળ કોઈ એક વ્યક્તિ કે માત્ર સમાજ જ જવાબદાર નથી. બધા પરિબળો સમાન ભાગ ભજવે છે.

એકબીજા થી છુટા પડવાનો નિર્ણય લેવા પહેલા પોતાને અને સામેવાળા પાત્રને એક તક આપવી જોઇએ. જેથી છૂટાછેડા લેવા પાછળનું જે કારણ છે એ કેટલાં અંશે સાચું છે તે જાણી શકે. છુટ્ટાછેડા અટકાવવા માટે દંપતીએ એક બીજા ને સમય આપવો ખુબ જ જરૂરી છે અને સાથે વિતાવેલા સારા પળોની યાદો વાગોળવી જોઈએ, સ્પર્ધાત્મક યુગ માં કપલને પોતાની કરિયર પર વધારે ધ્યાન આપવું છે.

Read About Weather here

જેથી આ જવાબદારી માંથી છૂટવા માટે.પરંતુ જો આમને આમ લગ્ન સંસ્થામાં ભંગાણ સર્જાતું રહ્યું તો માનવજાતિ માટે ઘણા ખરાબ પરિણામો આવી શકે છે. આજના સમયમાં લગ્ન માટે મોટે ભાગે આર્થિક સુખને જ વધારે ધ્યાનમાં લેવામાં આવે છે.પણ ઘણા બધા કિસ્સાઓમાં આર્થિક સુખ હોવા છતાં પણ છુટાછેડા જોવા મળે છે. તેથી મારા મત મુજબ છૂટાછેડા ન થાય તે માટે માનસિક રીતે બન્ને પક્ષ તરફથી સંમત હોવું જરૂરી છે. પતિ પત્ની એ એકબીજાને સમજવા પ્રયત્ન કરવો જોઈએ વધુમાં વધુ સમય એક બીજા સાથે પસાર કરવો જોઈએ.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here