ચોમાસુ ઢૂંકડું આવે ને PGVCLના ફોન થઇ જાય મૂંગામંતર!?

ચોમાસુ ઢૂંકડું આવે ને PGVCLના ફોન થય જાય મૂંગામંતર!?
ચોમાસુ ઢૂંકડું આવે ને PGVCLના ફોન થય જાય મૂંગામંતર!?

PGVCL તંત્રની પ્રિ-મોન્સુનની કામગીરી ખુલ્લી પડી

ફોન ઉપાડવાની આળસ ધરાવતો PGVCL નો સ્ટાફ?

શુક્રવારનાં સાંજે અક્ષરનગર મેઈન રોડ પાસે કેબલનો ફોલ્ટ સર્જાતા રાતનાં ૧ વાગ્યા સુધી લોકો હેરાન થયા

જામટાવર કચેરીનાં વિસ્તારમાં ફોલ્ટ સર્જાયો હતો: અનેક ફોન કરવા છતાં કોઈ જવાબ જ નહીં: લોકોમાં રોષ

વિજ લાઈનમાં ફોલ્ટ સર્જાવો એ સામાન્ય વાત પણ લોકોની ફરિયાદ સાંભળી યોગ્ય જવાબ તંત્ર દ્વારા આપવો જોઈએ

શહેરમાં લાંબા સમયબાદ મેઘરાજાએ પધરામણી કરી છે. હજુ આગામી દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ પૂર્વ તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે PGVCL દ્વારા આ કામગીરી હજુ પણ ક્યાંક ને ક્યાંક અધુરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ગઈકાલે શુક્રવારનાં રોજ શહેરનાં અમૂક વિસ્તારોમાં વરસાદનાં ઝાપટા પડ્યા હતા. આ હળવા ઝાપટાથી PGVCLનાં પ્ર.નગરનાં વિસ્તારમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. અંદાજે આજે ૭ વાગ્યે અક્ષરનગર મેઈન રોડ ઉપર અને રામાપીર ચોક વિસ્તારમાં ફોલ્ટ સર્જાતા રાત્રે ૧ વાગ્યા સુધી લોકો હેરાન થયા હતા અને વિસ્તારમાં અંધારાપટ છવાઈ ગયા હતા. સાંજે ૭ વાગ્યે જ લાઈટ ગુલ થઇ જતા ૯ વાગ્યે આવી તેમજ ૧૦.૩૦ ચાલી જતા ૧૧ વાગ્યે આવી અને ૧૨ વાગ્યા થી ૧૨:૩૦, ૧૨:૪૫ થી ૧:૩૦ સુધી વીજળીનો પુરવઠો ખોરવાયા હોવાનું જાણવા મળ્યું છે.

Subscribe Saurashtra Kranti here

વિસ્તારવાસીઓએ અનેક ફરિયાદ કરવાના પ્રયાસો કર્યા પણ પ્ર.નગરનાં સ્ટાફે જાણે ફોન ઉપાડવાની જે જવાબ આપવાની બાધા લીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, વિજ પુરવઠો ખોરવાતા લોકોએ ફરિયાદ નંબરમાં ફોન કરે છે પણ તંત્ર દ્વારા યોગ્ય જવાબ મળતો નથી. ફોન ઉપાડવાનો બંધ કરી દેવામાં આવે છે. આ અંગે સિનીયર અધિકારીઓએ તપાસ કરીને યોગ્ય પગલા લેવા જોઈએ.

વિજ લાઈનમાં ફોલ્ટ સર્જાય તે સામાન્ય વાત છે. પરંતુ આટલા લાંબા સમય સુધી વિજ પુરવઠો ખોરવાઈ જવો તે વિચારવા જેવી વાત ગણી શકાય. સ્માર્ટ સીટી ગણાતા રાજકોટમાં ૪ થી ૬  કલાક સુધી વિજપુરવઠો ખોરવાઈ જવોએ શરમજનક બાબત ગણી શકાય તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Read About Weather here

વિજ કચેરીઓનાં આવા વર્તનથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ફોલ્ટ સર્જાય અને રીપેર થવામાં સમય લાગે તે સ્વાભાવિક વાત છે. પણ સમયસર ફોન ન ઉપાડવા અને જવાબ ન આપવા તે યોગ્ય બાબત ગણી શકાય નહીં. હજુ તો બે છાંટા પડવાથી આવી સમસ્યાઓ ઉભી થઇ છે તો હજુ ભારે વરસાદ થાય તો લોકોને કેવી હાલાકી ભોગવવી પડે તે પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here