ચોટીલા-જસદણ રોડ પર કારે બાઈકને ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત

ચોટીલા-જસદણ રોડ પર કારે બાઈકને ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત
ચોટીલા-જસદણ રોડ પર કારે બાઈકને ઠોકરે ચડાવતા પ્રૌઢનું મોત
ચોટીલા-જસદણ રોડ પર આવેલા ચુનારાવાડની ગોળાઈમાં કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા બાઈક સ્વાર પ્રૌઢનું ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

બનાવનાં પગલે જસદણ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત મુજબ જસદણનાં બાખલવાડ ગામે રહેતા રામજીભાઈ વિભાભાઈ પલાળીયા (ઉ.વ.32) નામના યુવાને જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

કે ગઈકાલે બપોરના સમયે તેના પિતા વિભાભાઇ નરશીભાઈ પલાળીયા પોતાનું બાઈકને જીજે- 3 એકયુ- 4515 વાળું લઇ જતા હતા

ત્યારે ચોટીલા જસદણ રોડ પર આવેલા ચુનારાવાડની ગોળાઈવાળા રસ્તે પહોંચતા સામેથી રોંગ સાઈડમાં આવતી કાર

નંબર. જીજે-13 એચ.એન-278 નાં ચાલકે સ્વાર પ્રૌઢને ઠોકરે ચડાવતા બાઈક સ્વાર પ્રૌઢને શરીરે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

Read About Weather here

બનાવનાં પગલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ અરૂણાબેનએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here