નામચીન મહેશ ગમારા હાર્ટનો દર્દી હોવાથી હદય બેસી ગયું, અન્ય બે જુગારીઓની તબીયત લથડી: ધોડી પાસા રમતા છ જુગારી સામે ગુન્હો નોંધાયો: કુલ રૂ.6,86,580નો મુદામાલ કબજે
ચોટીલા તાલુકાના મેવાસા શેખલીયા ગામે ધમધમતી જુગાર કલબ પર પોલીસે દરોડો પાડતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં પોલીસથી બચવા માટે જૂગારીઓએ દોડાદોડી કરી મુકી હતી.
Subscribe Saurashtra Kranti here
પણ પોલીસની ટીમે રાજકોટમાં નામચીનની છાપ ધરાવતાં મહેશ ગમારા, તેના ભાણેજ નિલેષ સહિત 6ને ઘોડીપાસા રમતાં પકડી લઇ રૂ. 3,56,080 રોકડા તથા કાર, મોબાઇલ ફોન મળી રૂ. 6,86,580નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાર્યવાહી ચાલુ હતી ત્યારે જ મહેશ ગમારા સહિત ત્રણની તબિયત બગડતાં ચોટીલા હોસ્પિટલે ખસેડાયા હતાં.
પરંતુ મહેશનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેને રાજકોટ ઓપીડી સારવાર અપાઇ હતી. મહેશનું મોત હાર્ટએટેકથી થયું કે પોલીસે તેને હોસ્પિટલે ખસેડવામાં વાર લગાડી એ કારણે કે અન્ય કારણે? તે મામલે રાતે તેના પરિવારજનો અને પોલીસ વચ્ચે ભારે ચડભડ થઇ હતી જુગાર.
મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. જુગારની માહિતીને આધારે પીએસઆઇ પી.આર. સોનારાને જાણ કરવામાં આવતાં તેમણે હેડકોન્સ. માલાભાઇ કલોતરા, કોન્સ. ભરતભાઇ મીર સહિતને મેવાસા ગામ તરફ જતાં કોઝવે પાસે પહોંચવા સુચના આપી હતી.
એ પછી તમામ સ્ટાફે પંચને સાથે રાખી દરોડો પાડતાં ત્યાં એક ફોરવ્ીહલ પડી હોઇ અને નજીકના પડતર મકાન પાસે કુંડાળુ વળી જૂગાર રમાતો હોઇ પોલીસને જોતાં જ રમનારાઓએ ભાગવા માટે દોડાદોડી કરી મુકી હતી. પરંતુ બધાને બળપ્રયોગ કરી કોર્ડન કરી પકડી લેવાયા હતાં.
પકડાયેલા શખ્સોના નામ પુછાતાં મુકેશ લક્ષ્મીદાસ કોટક , મહેશ સોમાભાઇ ગમારા , સતાર હબીબભાઇ કોટલીયા, નિલેષ મુળુભાઇ મુંધવા , ઇમરાન નુરાભાઇ કાલવા તથા અલ્પેશ ઉર્ફ દિપો મનોજભાઇ ડોડીયા જણાવ્યા હતાં.
પોલીસે આ બધા પાસેથી કુલ રૂ. 3,56,080, રૂ. 30500ના ચાર મોબાઇલ ફોન તથા જીજે03જેઆર-6005 નંબરની 3 લાખની આઇ-10 કાર તથા એક ઘોડીપાસો, પાથરણું મળી કુલ રૂ. 6,86,580નો મુદમાલ કબ્જે કરી જૂગારધારાનો કેસ કરી ધરપકડની તજવીજ કરી હતી.
પોલીસ આ બધાને પકડી પોલીસ સ્ટેશને લાવી હતી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મહેશ ગમારા, મુકેશ કોટક અને સતાર કોટલીયાએ પોતાને ગભરામણ થતી હોવાની ફરિયાદ કરી હતી.
મહેશને અગાઉ હૃદયની તકલીફ હોઇ પ્લેન બેસાડેલુ હોઇ તેણે પણ તબિયત બગડી હોવાનું કહેતાં ત્રણેયને ચોટીલા હોસ્પિટલે લઇ જવાયા હતાં. પરંતુ અહિ મહેશનું મોત નિપજ્યું હતું. જૂગાર રમતાં પકડાઇ જતાં તે હૃદયનો દર્દી હોઇ ગભરાઇ જવાથી હૃદય બેસી ગયાનું પોલીસે જાહેર કર્યુ હતું.
આ અંગે મહેશ ગમારાના પરિવારજનોને જાણ કરાતા રાજકોટથી અનેક વાહનોમાં તેમના પરિવારજનો અને સગા સંબંધી તેમજ અન્ય લોકો ચોટીલા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
Read About Weather here
પરિવારજનોના આક્ષેપ મુજબ મહેશને સમયસર પોલીસે સારવાર આપી નહોતી જેથી તેનું મોત નીપજ્યું છે. મોતનું ચોક્કસ કારણ જાણવા મહેશના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here