તાજેતરમાં થી બારડોલી તાલુકાનો યુવક સોસિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક યુવતી સાથે દોસ્તી થઈ હતી. સોશિયલ મીડીયાં થકી બ્લેકમેલિંગના અનેક કિસ્સાઓ સામે આવ્યા પછી પણ લોકોમાં જાગ્રતતા અભાવ સ્પષ્ટ જણાય છે
Visit Saurashtra Kranti Homepage here
ત્યારબાદ યુવતીએ વીડિયો કોલ કરી યુવકને અંગત પળો માણવા માટે મજબુર કરી યુવકનો વીડિયો રેકોર્ડ કરી તેની પર મોકલી 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
યુવકે રૂપિયા આપવાની ના પાડતા, યુવતીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી, અને યુવકના ફ્રેન્ડસ ગ્રુપમાં પર વીડિયો વાયર કરતાં યુવકે પોલીસ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હોવાનું જાણવા મળેલ છે.
સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના એક ગામમાં રહેતો 25 વર્ષીય યુવકની સોસિયલ મીડિયા પર રીયા શર્મા નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી.
યુવતી સાથે અવાર નવાર ચેટિંગ થતું હતું. ત્યારબાદ ગત થોડા દિવસો પહેલા યુવતીનો વીડિયો કોલ યુવકના મોબાઈલ પર આવ્યો હતો. આ દરમિયાન યુવકને બીભત્સ હરકત કરવા માટે ઉત્તેજીત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ યુવકને વીડિયો કોલ પર બીભત્સ હરકત કરવા માટે યુવક રાજી થતાં યુવકે કરેલી બીભત્સ હરકતોનું યુવતીએ વીડિયો રેકોડિંગ કર્યુ હતું.
થોડા દિવસ બાદ યુવતીનો યુવક પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તારી બીભત્સ ક્લિપ મારી પાસે રેકોડિંગ છે. મારા એકાઉન્ટમાં 50,000 રૂપિયા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.
પરંતુ યુવકે રૂપિયા ન આપતાં યુવતીએ ફોન કરી જણાવ્યું હતું કે આ વીડિયો તારા સોસિયલ મીડિયાના ફ્રેન્ડ સર્કસમાં વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવકે રૂપિયા ન આપતાં યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો વાયરલ કર્યો હતો.
Read About Weather here
પરંતુ યુવકના મિત્ર વર્તુળમાંથી ફોન વીડિયો વાયરલ થવાના ફોન આવતાં યુવકે પોલીસ સાયબર ક્રાઈમના શરણે ગયો હોવાનું જાણવા મળેલ છે.યુવક આબરૂ જવાના બીકે કોઈને કંઈ વાત કરી ન હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here