ચીન ભુરાયુ બન્યું…!

ચીન ભુરાયુ બન્યું…!
ચીન ભુરાયુ બન્યું…!

જે સમયે ભારતીય અધિકારી પ્રિયંકા સોહની ચીન યોજનાનો વિરોધમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે અચાનક માઈક બંધ થઈ ગયું હતું અને ત્યાર બાદ તેમની પછીના અધિકારીને બોલવા માટે આમંત્રિત કરાયા હતા. 

Visit Saurashtra Kranti Homepage here

ચીની રાજધાની બેઈજિંગમાં ગયા અઠવાડિયે આયોજિત સંયુક્ત રાષ્ટ્ર પરિવહન સંમેલનના આયોજનમાં એક અજીબ ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ભારતે ચીનના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ અને સેપક પ્રોજેક્ટનો જોરદાર વિરોધ કર્યો હતો

સોહનીએ કહ્યું, “અમે શારીરિક સંપર્ક વધારવા ની આંતરરાષ્ટ્રીય સમુદાયની આકાંક્ષા વહેંચીએ છીએ. અમારું માનવું છે કે તેનાથી બધાને સમાન અને સંતુલિત રીતે મેક્રોઇકોનોમિક લાભ થશે.

” તેમણે કહ્યું, “આ પરિષદમાં બીઆરઆઈનો થોડો ઉલ્લેખ છે. અહીં, હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી ચીનના બીઆરઆઈનો સવાલ છે, અમે તેનાથી અસમાન રીતે પ્રભાવિત થયા છીએ. કહેવાતા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)માં તેનો સમાવેશ ભારતની સાર્વભૌમત્વમાં દખલ કરે છે.

ભારતીય અધિકારીને બોલતા અટકાવવા માટે માઈક બંધ કરાયું હોવાની ચર્ચા છે જોકે ચીને તેને ટેકનીકલ ખામી ગણાવી હતી.પરંતુ તેને ભારતનો અવાજ દબાવવા માટે આવું કરાયું હોવાનું જોવાઈ રહ્યું છે.

Read About Weather here

બાદમાં યુએન અંડર સેક્રેટરી જનરલ લિયુ ઝોનમિને પ્રિયંકા સોહનીને તેમનું ભાષણ ચાલુ રાખવાનું જણાવ્યું હતું. ભારતે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here