ત્રાસવાદ એ ભારત અને ફ્રાન્સનો સૌથી મોટો દુશ્મન
જો ચીન કોઈપણ દુસાહસ કરે તો તેને પહોંચી વળવા માટે ભારત પુરતી રાજકીય ઈચ્છા શક્તિ અને ક્ષમતા ધરાવે છે. એવું ભારતે ફ્રાન્સને વચન આપ્યું હતું. ભારતની મુલાકાતે આવેલા ફ્રાન્સનાં સંરક્ષણ મંત્રી ફ્લોરેન્સ પાર્લી સાથેની સુરક્ષા ચર્ચા-વિચારણા દરમ્યાન સંરક્ષણમંત્રી રાજનાથસિંઘે ભારતનાં મજબુત અભિગમનો સંકેત આપ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ફ્રાન્સનાં સુરક્ષામંત્રી સાથે યોજાયેલા વાર્ષિક સુરક્ષા સંવાદમાં બોલતા રાજનાથસિંઘે જણાવ્યું હતું કે, પૂર્વ લદાખમાં તમામ દ્વિપક્ષી સમજુતીનો ભંગ કરીને ચીન ભૌગોલિક સ્થિતિમાં પરિવર્તન લાવવા પ્રયાસો કરી રહ્યું છે.
તેની સામે ભારત મજબુત ઈરાદા અને પૂરી તૈયારી સાથે સજ્જ છે. તેમણે કબ્જાગ્રસ્ત કાશ્મીરની વચ્ચેથી પસાર થતા ચીન અને પાકિસ્તાન દ્વારા નિર્મિત અબજોડોલરનાં આર્થિક કોરીડોરનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ફેલાયેલી અરાજકતાને કારણે એ પ્રદેશમાંથી આતંકવાદનો ખતરો ઉભો થયો છે.
ભારત અને ફ્રાન્સ બંને દેશો સુરક્ષા અને વ્યુહાત્મક સહકારનાં અનેક મુદ્દાઓ પર સહમત થયા હતા અને દરિયાઈ સુરક્ષા, માહિતીની આપ-લે સુરક્ષા, વિષયક સાધનો અને ઉદ્યોગિક ઉત્પાદન સહિતનાં તમામ મુદ્દાઓ પર સહકાર વધુ દ્રઢ બનાવવા ચર્ચા થઇ હતી.
આ તકે રાજનાથસિંઘે કહ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી અગાઉ કદી ન હતી એવી મહત્વની બની છે. ફ્રાન્સનાં સુરક્ષામંત્રીએ પર્યાવરણ પરિવર્તન સામે સંઘર્ષ કરવા સહિતનાં મુદ્દા પર ભાર મુક્યો હતો અને ચીનની આક્રમતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ભારતે ફ્રાન્સનાં રફેલ યુધ્ધ વિમાન પ્રાપ્ત કર્યા છે ત્યારે સુશ્રી.પાર્લી એ જણાવ્યું હતું કે વિમાન વાહક યુધ્ધ જહાજ પર કામ કરી શકતા વિમાન સહિતનાં વધારાનાં યુધ્ધ વિમાન આપવા માટે પણ ફ્રાન્સ તૈયાર છે.
Read About Weather here
તેમણે ત્રાસવાદને બંને દેશો માટે મોટો પડકાર જણાવ્યો હતો. ફ્રાન્સનાં સુરક્ષા મંત્રીએઅગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સુરક્ષા સલાહકાર અજીત દોવાલ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે રાષ્ટ્રીય વોર્ન મેમોરીયલની પણ મુલાકાત લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here