ચિંતાનાં વાદળો: ભારતમાં ઓમિક્રોનનો ફેલાતો પંજો, કુલ 21 કેસ

ચિંતાનાં વાદળો: ભારતમાં ઓમિક્રોનનો ફેલાતો પંજો, કુલ 21 કેસ
ચિંતાનાં વાદળો: ભારતમાં ઓમિક્રોનનો ફેલાતો પંજો, કુલ 21 કેસ

દરેક રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરોનું કડક ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગ; અન્ય તમામ વેરીએન્ટ કરતા ઓમિક્રોનમાં અનેક ન્યુટેશન દેખાયા; કેટલાક સંસ્કરણ તો વેક્સિનને પણ દાદ આપતા ન હોવાનો અહેવાલ

દક્ષિણ આફ્રિકા સહિત 11 થી વધુ દેશોમાં ઝડપભેર ફેલાતો જતો કોરોનાનો નવો વેરીએન્ટ ઓમિક્રોન વાયરસ ભારતમાં દિવસે-દિવસે તેનો પંજો ફેલાવી રહ્યો છે. ઓમિક્રોનના કેસોની સંખ્યા પાંચમાંથી વધીને રવિવારે રાત સુધીમાં 21 નાં આંકડે પહોંચી ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમ કેન્દ્રનાં આરોગ્ય વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. પ્રસરણ રોકવા માટે ભારત સરકારે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. એ મુજબ તમામ રાજ્યોમાં વિદેશથી આવતા મુસાફરોનું સઘન સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ ફરજીયાત બનાવવામાં આવ્યા છે.

ગયા એક જ સપ્તાહમાં ઓમિક્રોન દેશમાં ઝડપથી ફેલાયો છે અને કેસો વધવા લાગ્યા છે. એકલા રવિવારે જ 17 નવા કેસો સામે આવ્યા છે. મોટાભાગનાં દર્દીઓ આફ્રિકાનાં અલગ-અલગ દેશોમાંથી આવેલા છે.

એમની સાથે સંપર્કમાં આવેલા તમામને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. પંજાબનાં લુધિયાણામાં ઓમિક્રોનનાં એક સાથે નવ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં તાન્ઝાનિયાથી આવેલો રાંચીનો 37 વર્ષનો યુવાન સંક્રમિત જણાયો છે. એ દક્ષિણ આફ્રિકાનાં જોહાનીઝબર્ગમાં રોકાયો હતો.

રાજસ્થાનનાં જયપુરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા એક પરિવારનાં 4 સહિત નવ લોકો ઓમિક્રોન સંક્રમિત દેખાતા જીનોમસિકવન્સિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ રાજ્યનાં આરોગ્ય સચિવ વૈભવ ગલરીયાએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં પુણે પાસેના પીમ્પરી ચીંચવડ ગામના એક પરિવારનાં 6 સભ્યો સહિત 7 લોકોને ઓમિક્રોનનો ચેપ લાગ્યો છે. નાયજીરીયામાં વસ્તી એક સ્થાનિક મહિલા, તેની 18 અને 12 વર્ષની બે દીકરીઓ, 45 વર્ષનો ભાઈ અને તેની 7 વર્ષ અને દોઢ વર્ષની બે દીકરીઓ પણ સંક્રમિત થઇ છે.

7 મો કેસ ઇંગ્લેન્ડથી આવેલા એક નાગરિકનો નોંધાયો છે. આ રીતે જામનગર અને કર્ણાટકનાં કુલ 3 કેસ નોંધાયા બાદ એક સપ્તાહની અંદર ઓમિક્રોનનાં કેસ 21 થઇ ગયા છે. વિદેશથી આવેલા મુસાફરોનું હજુ વધુ કડક અને સઘન ચેકિંગ કરવું જરૂરી છે.

રાજસ્થાનમાં કુલ 9 અને મહારાષ્ટ્રમાં કુલ 7 કેસ નોંધાયા છે. ગુજરાતમાં હજુ એક જ કેસ નોંધાયો છે. નવા વાયરસનું સંક્રમણ રોકવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્યો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

Read About Weather here

સ્થાનિક લોકોને પણ કોવિડ પ્રોટોકોલ મુજબ માસ્ક, સેનિટાઈઝર અને સામાજીક અંતરનાં નિયમનો સખ્તીથી અમલ કરવા સરકાર દ્વારા તાકીદ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here