ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં : પત્ની…!

ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં : પત્ની...!
ચાલ તારી સાથે છેલ્લી ચા પી લઉં : પત્ની...!

મૃતક ધીરુભાઈ બચુભાઇ ઉનાગરના નાના દીકરાએ જણાવ્યું હતું કે 2-3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા. ડોક્ટરને બતાવ્યું પણ હતું.

સુરતમાં ચાલ તારી સાથે છેલ્લી ચાપી લઉં કહી જમીન ઉપર ઢળી પડેલા રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

બસ શું થયું આજે સવારે મમ્મી સાથે ચા પીતા પીતા કહ્યું કે ઝેરી દવા પી લીધી છે ને મમ્મીએ બુમાબુમ કરી દેતા અમે હોસ્પિટલ લઈ આવ્યા તો ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધા છે.

અક્ષય (મૃતકનો દીકરા) એ જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના મહુવાના વતની છે. બે ભાઈઓ અને માતા ભાવનાબેન સાથે રહીએ છીએ. માતા ઘર કામ અને પિતા ધીરુભાઈ રતકલાકાર તરીકે કામ કરતા હતા.

આજે સવારે અમે બન્ને ભાઈઓ સૂતા હતા. માતાની બૂમાબૂમથી જાગી જતા ખબર પડી કે પિતાએ ઝેરી દવા પી લીધી છે. બસ તાત્કાલિક રિક્ષામાં પિતાને લઈ હોસ્પિટલ પહોંચ્યા તો મૃત જાહેર કરી દેવાયા હતા.

આજે સવારે પપ્પા એ મમ્મીને બસ એટલું જ કહ્યું કે, ચાલ આજે તારી સાથે છેલ્લી ચા પી લઉં પછી ચા પીતા પીતા પિતા બોલ્યા મેં તો ઝેરી દવા પી લીધી છે ને જમીન ઉપર ઢળી પડ્યા હતા.

Read About Weather here

પપ્પાના આવા અંતિમ પગલાં બાબતે કશી જ ખબર નથી.અક્ષય એ વધુમાં ઉમેર્યું હતું કે ભાઈ હીરામાં અને હું જરી માં કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here