840 લેલન અને 160 ટાટાની ચેસીઝ ઉપર નવી બસો બંધાશે: 70 ચેસીઝ નરોડા વર્કશોપમાં આવી પણ ગઈ
એસટી નિગમ દ્વારા ગત વર્ષની એક હજાર નવી બસોનું નિર્માણ હાલમાં જ પુર્ણ થઈ ગયું છે અને આ તમામ નવી બસો રાજકોટ સહિતના રાજયોના 16 એસટી ડિવીઝનોને ફાળવી દેવામાં આવેલ છે અને આ નવી બસો હાલમાં રાજયના રાજમાર્ગો પર દોડવા પણ લાગી છે. બીજી તરફ વર્ષ 2022-23 માટે પણ નવી 1 હજાર બસો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનાર છે. આ નવી બસોની ચેસીઝનું પણ એસટીમાં આગમન થવા લાગ્યું છે અને નરોડા વર્કશોપ ખાતે વર્ષ 2022-23 માટેની નવી બસોનું નિર્માણ પણ ફરી શરૂ થઈ જવા પામ્યું હોવાનું એસટી નિગમના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આ અંગેની એસટી નિગમના ઉચ્ચસ્તરીય સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ વર્ષ 2022-23 માટે સરકાર દ્વારા તાજેતરમાં નવી 1 હજાર બસો બનાવવાની મંજુરી આપેલ હતી. આ નવી 1 હજાર બસોમાં 840 લેલન અને 160 ટાટાની ચેસીઝનો સમાવેશ થાય છે. આ બંને કંપનીની ચેસીઝમાં નરોડા વર્કશોપ ખાતે આગમન પણ શરુ થઈ ગયું છે. એસટી નિગમના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજ સુધીમાં 70 જેટલી નવી ચેસીઝ નરોડા વર્કશોપ ખાતે આવી ગઈ છે અને હજુ વધુ 70 ચેસીઝ આવતા મહિને આવનાર છે.
Read About Weather here
વધુમાં એસટી નિગમના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ લેલન કંપનીની બીએસ-6 પ્રકારની 800 લેલનની ચેસીઝ ચાલુ વર્ષે એસટીમાં આવનાર છે. આ ચેસીઝની કિંમત રૂા.17.37 લાખ થવા જાય છે. જયારે અન્ય બસો ચેસીઝ 12 મીટરની છે. જેમાં 160 ટાટા કંપનીની અને 40 લેલન કંપનીની છે. 12 મીટરની આ એક ચેસીઝની કિંમત રૂા.20.87 લાખની આંકવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજસુધીમાં એસટીના નરોડા વર્કશોપ ખાતે 70 જેટલી નવી ચેસીઝ આવી ગઈ છે જેની ઉપર નવી બસોનું નિર્માણ પણ શરુ કરી દેવામાં આવેલ છે. જેમ જેમ નવી ચેસીઝ આવતી જશે તેમ તેમ નવી બસો તૈયાર કરી જુદા જુદા ડિવિઝનોને ફાળવી દેવામાં આવશે તેવું એસટી નિગમના સૂત્રો જણાવે છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here