ચારેબાજુ એક જ ચર્ચા ઇન્જેક્શન છે, બેડ છે, ઓક્સિજન છે તો કંઇક કરો

ઓક્સિજન
ઓક્સિજન

લાંબી……………………………….લાઇનો

સતત ત્રીજા દિવસે પણ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા

ઓક્સિજનના બાટલા ભરાવવા માટે

દિવસેને દિવસે ઓક્સિજનની માંગમાં સતત વધારો જોવા મળે છે. ત્યારે લોકો હાલ ઓક્સિજન મેળવવા વલખા મારી રહ્યાં છે. ઘરે રહીને સારવાર કરી રહેલા દર્દીના પરિવારજનો ઓક્સિજન માટે લાંબી કતારોમાં સવારથી ઉભા નજરે પડી રહ્યા છે. ત્યારે હાલ શાપર-વેરાવળમાં આવેલા ઓક્સિજન રિફીલિંગ યુનિટ બહાર લાંબી લાઈનમાં ઉભા દર્દીના હાલ બેહાલ બની ગયા છે. રાજકોટવાસીઓ સવારથી સાંજ સુધી એક જ દોડધામ કરતા નજરે પડે છે. ઓક્સિજન ક્યાં ભરી દેશે અને ભરી દેશે તો કેટલું વેઇટિંગ હશે તેવા સવાલો બજાર હોય, પાનની દુકાન હોય કે પછી હોસ્પિટલમાં સાંભળવા મળી રહ્યાં છે.

ચારેબાજુ એક જ ચર્ચા ઇન્જેક્શન છે, બેડ છે, ઓક્સિજન છે તો કંઇક કરો ઓક્સિજન

Subscribe Saurashtra Kranti here

ઘણા લોકો સિલિન્ડરની શોધમાં નીકળે છે, ઘણા લોકો સિલિન્ડરમાં ઉપર લગાડવાની કિટ શોધી રહ્યાં છે અને બધો જુગાડ મહામહેનતે થઇ ગયા પછી પણ ચિંતા દૂર થતી નથી. કેમ કે અંતે ઓકસીજન ભરાવા માટે ખૂબ દૂર જવું પડે છે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે એવી પરિસ્થિતિ સર્જાય છે. સવારથી કુંડલિયા કોલેજના ગેઈટથી ચૌધરી હાઇસ્કૂલના મેદાન સુધી અડધો કિલોમીટર સુધી લાંબી લાઇન રેમડેસિવિર ઇન્જેક્શનઇન્જેક્શન ની લાગે છે.

Read About Weather here

24 કલાક ચાલે એટલા ઓકસીજન માટે 500 લોકો 12 કલાક સુધી 5 કિલોમીટર લાંબી લાઇનમાં ઊભા રહે છે રાજકોટમાં હોસ્પિટલમાં બેડની અછત એટલી છે કે ગંભીર દર્દીઓને પણ ઘરે રાખવા પડે છે, સતત ઓકસીજન પર રાખીને રિકવરી થાય એવા પ્રયાસો થાય છે. રાજકોટમાં ઓકસીજન-સિલિન્ડર રિફીલિંગ માટે પાંચ જ એજન્સી છે અને એ પણ શહેરથી 15 કિ.મી. દૂર આવેલા શાપર વેરાવળ અને મેટોડા જીઆઈડીસીમાં જઈ રહ્યા છે. આમ છતાં પણ તરત જ રિફિલિંગ નથી થતું, પણ કતારમાં ઊભું રહેવું પડે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here