ચારણ ગઢવી સમાજને ગોપાલક બોર્ડમાં કરવા સી.આર.પાટીલને રજૂઆત કરતા સમાજ અગ્રણીઓ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
આજરોજ તા.7ને ગાંધીનગર ખાતે ચારણ ગઢવી સમાજના આગેવાનો દ્વારા કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ સાથે ચારણ ગઢવી સમાજને ગોપાલક બોર્ડમાં સમાવેશ કરવા બાબતે રજૂઆત કર્યા બાદ કેબિનેટ મંત્રી દ્વારા હકારાત્મક વલણ અપનાવીને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરવામાં આવેલ સી.આર.પાટીલ ચારણ ગઢવી સમાજના આગેવાનોને સરકાર દ્વારા થતું કરવામાં આવશેની બાંહેધરી આપવામાં આવેલ.ચારણ ગઢવી સમાજની વર્ષો જુની માંગણી કે ચારણ ગઢવી સમાજને ગોપાલક બોર્ડમાં સામીલ કરવામાં આવે વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલ ચારણ ગઢવી સમાજનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે.

Visit Saurashtra Kranti Homepage here

ગોપાલક બોર્ડમાં ચારણ સમાજને સામીલ ન કરતા ચારણ ગઢવી સમાજ લાગણી અનુભવી રહ્યો હતો. વર્ષો પહેલા પંચમહાલ ચારણ સમાજ દ્વારા 95 ની સાલમાં કેશુભાઇ પટેલની સરકારમાં ચારણ ગઢવી સમાજને ગોપાલક બોર્ડમાં સામિલ કરવાની માંગણી કરવામાં આવેલ પરંતુ આ ઝુંબેશને સંજોગોવસાત સરકારી ફાઇલોમાં દબાય ગયેલ ત્યારબાદ 2015ની સાલમાં આઇશ્રી દેવલ માં દ્વારા સામાજીક અગ્રણીઓને મેળાવવામાં ચારણ ગઢવી સમાજને ગોપાલક બોર્ડમાં કરવામાં આવે તેના પ્રયત્નો કરવા કહેવામાં આવેલ આઈમાના આદેશને શીરો માન્ય ગણી રાજકોટ ચારણ સમાજના આગેવાનો દ્વારા તેમજ દેવરાજભાઈ ગઢવી ઉપલેટા, જીતુભાઈ ગઢવી વેરાવળ (સવની) દ્વારા અનેક ધારાસભ્ય તેમજ સંસદ સભ્યના લેટર હેડ પર ચારણ સમાજને ગોપાલક બોર્ડમાં સમાવિષ્ટ કરવાના હકારત્મક લેખિત મંજુરી પત્રકો લેવામાં આવ્યા

Read About Weather here

ને ચારણ ગઢવી ગોપાલક બોર્ડમાં સામિલ કરવાની કાર્યવાહીને વેગ મળ્યો ત્યારબાદ 2022 માં હાલાર ચારણ સમાજ દ્વારા દેવીદાનભાઈ ગઢવી દ્વારા રાજકીય પાર્ટીના આગેવાનોને મળ્યા બાદ કલેકટરને આવેદનો આપવામાં આવ્યા દેવીદાનભાઈ ગઢવી દ્વારા દરેક જીલ્લામાંથી આવેદન આપવામાં આવેલ વિનંતીને સમાજે હર્ષભેર વધાવી દરેક જીલ્લામાં કલેકટરને આવેદન આપવામાં આવ્યા. દેવીદાનભાઈ દ્વારા ચારણ સમાજના દરેક મિટિંગો કરી ચારણ સમાજની ગોપાલક બોર્ડમાં સમાવિષ્ટ કરવાની માંગણીની વાત મુકવામાં આવી.આજરોજ ગાંધીનગર ખાતે દેવીદાનભાઈ ગઢવી, મોમાયાભા ગઢવી, દાદુભાઈ ગઢવી, અજમલભાઈ ગઢવીની આગેવાનીમાં મોટા પ્રમાણમાં ચારણ સમાજના આગેવાનો ગાંધીનગર ખાતે હાજર રહી સી.આર.પાટીલને રજૂઆત કરતા હકારાત્મક બાહેધરી મળતા ચારણ ગઢવી સમાજમાં આનંદની લાગણી પ્રસરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here