કોર કમિટીની બેઠક બાદ ધો.6થી 8ના વર્ગ શરૂ કરવા અંગે નિર્ણય કરાશે રાજ્યમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો ટૂંક સમયમાં શરૂ થશે
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં શાહીબાગ ખાતેની મ્યુનિસિપલ સ્કૂલના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે 9 ઓગસ્ટ સુધી સરકારનાં 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવશે, એ બાદ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં સ્કૂલમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં અંગે ચર્ચા કરવામાં આવશે.
Subscribe Saurashtra Kranti here
તબક્કવાર સ્કૂલમાં વર્ગ ચાલુ કરવાની વાત હતી એનું અમે પાલન કર્યું છે. ધોરણ 12 અને તે બાદ 9થી 11ના વર્ગ ચાલુ છે. ત્યારે હવે ટૂંક સમયમાં 6થી 8ના વર્ગ ચાલુ કરવામાં આવશે. રાજ્યમાં ધોરણ 12 અને કોલેજ બાદ ધોરણ 9થી 11ના વર્ગ 26 જુલાઈથી ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ટૂંક સમયમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે આજે જણાવ્યું હતું કે તબક્કાવાર રીતે સ્કૂલમાં વર્ગ ચાલુ કરવામાં આવશે. આગામી સમયમાં કોર કમિટીની બેઠક મળશે, જે બાદ ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે. ધનીય છે કે રાજ્યમાં 15મી જુલાઇ 2021થી ધો.12ના વર્ગો, પોલિટેક્નિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરાઈ છે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.
Read About Weather here
આ બાદ 26મી જુલાઈથી ધો. 9થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું. અગાઉ કોર કમિટીના બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાના વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં 26 તારીખ જુલાઇ-2021થી શાળાઓના ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરવા પરવાનગી આપી હતી. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી થયા છે, સાથે જ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here