ચલતે ચલતે મોત સાથ લેચલી

ચલતે ચલતે મોત સાથ લેચલી
ચલતે ચલતે મોત સાથ લેચલી
મૃતક છોકરી ધોરણ-9ની વિદ્યાર્થિની હોવાનું અને કાકી સાથે શાળાએથી ઘરે જતા અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. સુરતના અમરોલીમાં સિટી બસના ચાલકે કાકી-ભત્રીજીને અડફેટે લઈ ભત્રીજીને કચડી નાખતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

વારંવાર બસની અડફેટે મોતની ચાદર ઓઢતા બાળકોને લઈ લોકોએ બસના કાચ તોડી વિરોધ નોંધાવ્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, બસ અડફેટે મોતને ભેટેલી કિશોરી છાપરાભાઠાની રહેવાસી હતી. બેફામ રીતે દોડતી બસના ચાલકને લોકોએ પકડી પાડ્યો હતો.

ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ સિટી બસના કાચ તોડી બસમાં તોડફોડ કરી હતી. લોકોમાં રોષ જોઈ અન્ય બસના ચાલકો બસ લઈ ફરાર થઈ ગયા હતા.

બાબુભાઇ લીંબાચીયા (મૃતકના દાદા) એ જણાવ્યું હતું કે ત્રણ સંતાનોમાં ભૂમિ મોટી દીકરી હતી. પિતા પરેશભાઇ લીંબાચિયા હેર કટીંગ સલુન ચલાવે છે. આજે શાળાએથી પરત ફરતા અકસ્માતમાં પૌત્રી ગુમાવી છે.

Read About Weather here

2001થી અમારું પરિવાર સુરતમાં અમરોલી છાપરાભાઠા રોડ સ્ટાર ગેલેક્સીમાં રહે છે. હું હાલ થોડા દિવસ પહેલા જ ગામડે પાટણથી સાળાના દુઃખદ નિધન પર આવ્યો હતો. જ્યાં પૌત્રીના મોતના સમાચારે આઘાતમાં નાખી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here