રેસ્ક્યૂ- ઓપરેશન ગુરુવારે બપોરે 3.30 વાગ્યાથી 12.47 વાગ્યા સુધી ચાલ્યું હતું. બચાવવા કામગીરીમાં પોલીસ, SDERF સાથે આર્મીના જવાનો જોડાયા હતા. દિવ્યાંશીને જેવી બહાર કઢાઈ કે
Visit Saurashtra Kranti Homepage here
આસપાસના લોકો ઉજવણી કરવા લાગ્યા અને ‘દિવ્યાંશી તું જીતી ગઈ’ એવા નારા લગાવવા લાગ્યા હતા. મધ્યપ્રદેશના છતરપુરમાં 80 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી 15
મહિનાની દિવ્યાંશીને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાઈ છે. તેનું રેસ્ક્યૂ-ઓપરેશન લગભગ 10 કલાક સુધી ચાલ્યું હતું. દિવ્યાંશી બોરવેલમાં 16 ફૂટની ઊંડાઈએ ફસાઈ હતી.
ગુરુવારે બપોરે દૌની નૌગાંવમાં 15 મહિનાની દિવ્યાંશી કુશવાહા પોતાના ખેતરના બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટના બપોરે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. દિવ્યાંશી તેની માતા અને 2 બહેન સાથે ખેતરમાં પહોંચી હતી.
આ દરમિયાન તેમની માતા રામસખી કામ કરી રહી હતી, ત્યારે ત્રણેય બાળક એકબીજા સાથે રમવા લાગ્યાં હતાં. રમતાં-રમતાં દિવ્યાંશી અચાનક બોરવેલમાં પડી જતાં તેની માતાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
Read About Weather here
ત્યાર પછી કલેક્ટર અને SP સહિત તમામ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી ગયા અને SDERF સાથે આર્મીની સહાય લઈ રેસ્ક્યૂ- ઓપરેશન હાથ ધર્યું હતું. રામસખીએ તાત્કાલિક આસપાસના લોકોની સહાય લીધી અને દિવ્યાંશી બહાર કાઢવા સરપંચને પણ કોલ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here