ચકલી ઉડે ફરરર… ફરરર….

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી રદ કરવા NSUI ની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતી રદ કરવા NSUI ની માંગ

…. તો અમે તમારી સાથે!
રાજકોટ ભાજપનાં સંગઠન માળખામાં જોરદાર ફેરફારોનાં ભણકારા
રાજકોટમાં વગદાર બનીને ગુડબુકમાં આવેલા ભાજપનાં નેતાઓને ટૂંક સમયમાં નવી જવાબદારી સોંપાઈ જવાની ચર્ચા, ગાંધીનગરનું તેડું આવવાની સંભાવના

છેલ્લા કેટલાક સમયથી રાજકોટનું કહેવાતું શિસ્તબધ્ધ ભાજપ યુનિટ શિસ્ત સિવાયનાં અન્ય અનેક વિવાદાસ્પદ કારણોસર લોકો અને મીડિયામાં ચર્ચાનાં કેન્દ્ર સ્થાને રહ્યું છે. જે પરિસ્થિતિ લાંબા સમયથી જોવા મળી રહી હતી. તેમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

અને મામલાએ એવો વણાંક લીધો છે કે, ભાજપનાં ટોચનાં મોવડીની એક જ મુલાકાતને પગલે અસંતોષની ચકલી ફરરર… ફરરર કરીને હવામાં ઉડી ગઈ છે અને તૂટી ગયેલા આશા અને અરમાનોથી અસંતુષ્ટ નેતાઓ અને કાર્યકરો સંતાય જવાની જગ્યા શોધવાની મથામણમાં પડી ગયા છે

અને કડાકા-ભડાકા કરવાને બદલે કાલાવાલાની ભાષા બોલતા થઇ ગયા હોય તેવા સંકેતો ભાજપનાં આંતરિક સુત્રોમાંથી મળી રહ્યા છે. ખૂબ જ રસપ્રદ રીતે રાજકીય વિશ્ર્લેષણ કરનાર પંડિતો કહે છે

કે, ખૂબ જ નજીકનાં ભવિષ્યમાં રાજકોટ ભાજપનાં સંગઠન માળખામાં મોટાપાયે વ્યાપક ફેરફારો થવાના ભણકારા વાગી રહ્યા છે.ભાજપનાં રાજ્ય વ્યાપી સંગઠન પર લોખંડી અંકુશ ધરાવતા ટોચનાં મોવડીએ રાજકોટની મુલાકાત લેતા

વેત રાજકોટ અને આખા સૌરાષ્ટ્રનું ભાજપનું આંતરિક ચિત્ર બદલાઈ ગયાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. રાજકોટ જેવા જે-જે સ્થાનિક યુનિટમાં જૂથબંધીનાં વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા.

એ તમામ યુનિટમાં હાકલા પડકાર કરનારાની ભાષા જ બદલાઈ ગઈ છે અને તેના બદલે એ જૂથ હવે એવું કહેતું સંભળાય છે કે જો હળવા હાથે કામ લેવાય તો અમે તમારા જૂથમાં અને અમે તમારી સાથે રહેશું કે આવી જશું.

આમ અચાનક એવું બની રહ્યું છે કે, કડક ભાષામાં વાત કરીને પોતાનું ધાર્યું કરાવવાની અપેક્ષા રાખી રહેલા એ કેટલાકનો લડતનો ફુગ્ગો ફૂટી ગયો છે અને પક્ષનાં કડક મોવડીએ એક જ ફૂંક મારીને અસંતોષની જ્વાળાઓને ઓલવી નાખી છે.

એટલે હવે નવા સમીકરણો રચાઈ રહ્યા હોય. તેવું રાજકીય ક્ષીતિજ પર દેખાવા લાગ્યું છે.આગામી ટૂંક સમયમાં જ રાજકોટ ભાજપને લાગેવળગે છે ત્યાં સુધી જ ચોક્કસપણે નવાજૂની થવાની શક્યતા છે.

કદાચ આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા જ સ્થાનિક ભાજપ યુનિટમાં પરિવર્તનનું બુલડોઝર ફેરવી નાખવામાં આવે તો પણ કોઈને નવાઈ જેવું નહીં લાગે.

કેમકે ધાર્યું કરાવવાની ગણતરીઓ ઉંધી પડતા અને મોવડીઓને પ્રિયજૂથ શક્તિશાળી બનીને ઉભરી આવતા ગરમાગરમી બતાવતું જૂથ બિનશરતી યુધ્ધ વિરામ કરી ચૂક્યું છે અને ભાઈસાબ બાપાનાં મિજાઝમાં આવી ગયું છે.

રાજકોટ ભાજપમાં વિધાનસભાની ચૂંટણીઓ અને શહેર સંગઠનની મહત્વની નવી જવાબદારીઓ જેમને સોંપવામાં આવનાર છે. એ જૂથનાં નેતાઓ અને અગ્રીમ કાર્યકરોને ટૂંક સમયમાં ગાંધીનગર પહોંચવાનું તેડું આવે તેવી શક્યતા જોરશોરથી ચર્ચાઈ રહી છે.

ગાંધીનગર બોલાવીને એમના શિરે નવી જવાબદારીનો ભાર મુકવાનું નક્કી થાય એવું લાગે છે. જો એવું થાય તો ખૂબ જ નજીકનાં ભવિષ્યમાં રાજકોટ ભાજપમાં કેટલાય માથા સાઈડમાં ફેંકાઈ જવાની તૈયારી છે

Read About Weather here

અને નવું નેતૃત્વ જોરશોરથી રાજકોટ ભાજપનાં કેન્દ્ર સ્થાને આવી શકે છે. આગામી દિવસો રાજકોટ ભાજપ માટે ખૂબ જ નોંધપાત્ર પરિવર્તનનાં બની રહેશે અને બળવાનો મિજાઝ બતાવતું રહેવાતું જૂથ સીધું દૌર થઇને ચૂંટણીઓમાં ચુપચાપ કામે લાગી જાય એવું નિશ્ર્ચિત મનાય રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here