ઘોર કળયુગ…! સગા બાપે પુત્રી પર દુષ્કર્મ કર્યું

પુત્રી પર દુષ્કર્મ
પુત્રી પર દુષ્કર્મ

રીક્ષા ચાલક નરાધમે પત્ની રીસામણે ચાલી જતા સગીર વયની પુત્રીને પીંખી નાખી: તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું

Subscribe Saurashtra Kranti here

પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી બાળકો કોઈ ભૂલ કરે તો સમાજમાં લોકો માતા-પિતાને દોષિત ઠેરવી ધુતકારતા હોય પણ જો માતા-પિતાની ઘોર બેદરકારીને કારણે સંતાન(પુત્રી) ભોગ બનેતો સમાજ કોને દોષિત ગણશે. તેવો સવાલ ઉઠવા પામ્યો છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રીક્ષા ચાલક નરાધમની પત્ની રીસામણે ચાલી જતા સગા બાપએ 16 વર્ષની સગીર પુત્રી પર નજર બગાડી તેના પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા ઘોર કળયુગ ચાલી રહ્યો હોવાની સમાજમાં પ્રતીતિ થઇ હતી.

કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં સગા બાપે તેની સગીર પુત્રીને પીંખી નાખી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા ચોતરફથી ફિટકાર વર્ષી રહ્યો છે. આ બનાવની પોલીસમાંથી મળતી માહિતી મુજબ કલાવડ રોડ પર આવેલા રાણી ટાવર પાસે સમૃધ્ધિ નગર વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી 16 વર્ષની સગીરવયની બાળાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે તેના સગા બાપ હરેશ ગોપાલદાસ સોલંકીનું નામ આપ્યું છે. સગીરાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેણીની માતા અને તેના પિતા હરેશ સોલંકી વચ્ચે ઝઘડા થતા માતા રીસામણે ચાલી ગઈ હતી. પત્ની રીસામણે ગયા બાદ વાસનાના ભૂખ્યા વરુ હરેશ સોલંકીએ તેની 16 વર્ષની મોટી દીકરી પર નજર બગાડી તેની એકલતાનો લાભ લઇ તેના પર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો.

Read About Weather here

વારંવાર સગા બાપન હવાસ નો શિકાર બનતી સગીરા ઘર કામ કરવા જતી હોય ત્યાં તે ઘરની માલિક મહિલાનો ફોન માંગી તેણીએ તેની રીસામણે ગયેલી તેની માતાને વાત કરતા તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિતાના ઘરે રહેતી અને રીસામણે બેઠેલી મહિલા તાબળતોડ દોડી આવી પુત્રીને લઇ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પી.આઈ જે.વી.ધોળા સહિતના સ્ટાફે મહિલાનું નિવેદન લઇ સગીરાનું કાઉન્સીલીંગ કરી પોલીસે તપાસ કરતા રીક્ષા ચાલક નરાધમ તેનો સગો પિતા હરેશ ગોપાલદાસ સોલંકીએ તેના પર વારંવાર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતા પોલીસે હરેશ સોલંકી વિરુધ્ધ ગુનો નોંધી સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleછત્તીસગઢ દોડી જતા અમીત શાહ, શહિદ જવાનોને શ્રધ્ધાંજલી
Next articleરેમડેસીવીર ઇન્જેકશનની તંગી પાછળ કાળા બજાર કે આયોજનનો અભાવ?