આ જાહેરનામામાં જાહેરમાં પશુઓના ઘાસચારા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. સાથે જ નિયમનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાર્યવાહીનો આદેશ પણ કરવામાં આવ્યો છે
રાજકોટમાં હવે જાહેર માર્ગ કે સ્થળ પર ઘાસચારો વહેચી શકાશે નહીં. રખડતાં ઢોર મુદ્દે શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે.
જાહેરનામમાં જણાવ્યા મુજબ જાહેરમાં પશુઓના ઘાસચારા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. સાથે જ નિયમનું ઉલ્લંઘન કરનારા વિરૂદ્ધ કાર્યવાહીનો આદેશ પણ કર્યો છે. જો કોઈ વ્યક્તિ નિયમનું પાલન નહીં કરે તો તેના વિરૂદ્ધ IPC કલમ 188 તથા જીપી એક્ટ કલમ 131 મુજબ કાર્યવાહી થશે.
Visit Saurashtra Kranti Homepage here
રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. હાઇકોર્ટની કાર્યવાહી દરમિયાન રાજ્યના કેટલાંક મહાનગરોમાં તંત્ર દોડતું જોવા મળ્યું. હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળુ જાગ્યું અને અમદાવાદ સહિત રાજકોટ, સુરત અને વડોદરા મનપા તંત્રએ પણ શહેરભરમાં રખડતા ઢોરને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે.
Read About Weather here
હાઇકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન હાઇકોર્ટે રખડતા ઢોર મુદ્દે વધુ કડકાઇથી પગલાં ભવાનો આદેશ આપ્યો હતો. સાથે જ હાઇકોર્ટે આગામી એક સપ્તાહ સુધી રખડતા ઢોરને પકડવા મુદ્દે કડક કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here