ઘરેલુ રાંધણ ગેસમાં એક ફદિયુ ઘટાડવામાં આવ્યું નથી: પ્રિયદર્શની નારી શક્તિ

પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી
પંચાયત વિભાગમાં ક્લાસ-3ની 13 હજારથી વધુ જગ્યાની કરાશે ભરતી

‘અચ્છે દિન’ના સપના ચકનાચૂર હથેળીમાં ચાંદ બતાવવાનું બંધ કરો: હિતાક્ષીબેન, પારૂલબેન
કાળઝાળ મોંઘવારીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું: સરલાબેન

પ્રિયદર્શની નારીશક્તિના અને લોક સંસદ વિચાર મંચના હિતાક્ષીબેન વાડોદરિયા, પારૂલબેન સિધ્ધપુરા, હંસાબેન સાપરિયા, ભાવનાબેન જોગીયા, સરલાબેન પાટડીયા, જ્યોતિબેન માઢક, માયાબેન મલકાણ, જયાબેન ચૌહાણ, અનિતાબેન સોનીની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2022-23 માટે રજૂ થયેલા અંદાજપત્રની મહિલાઓ મધ્યમ વર્ગ ગરીબો માટે બજેટ નિરાશાજનક છે. નાણામંત્રી પોતે મહિલા હોવા છતાં બજેટમાં મહિલાઓને ઠેંગો બતાવ્યાના આક્ષેપો કર્યા હતા. મહિલાઓ માટે આર્થિક પગભર થવા માટેની કોઈપણ વિશેષ યોજનાઓ છે નહી અને મોંઘવારી ઘટાડે એવા કોઇ સંકેતો છે જ નહીં.

Visit Saurashtra Kranti Homepage here

આજે લોકો મોંઘવારીના માર વચ્ચે પીસાઈ રહ્યા છે. બજેટમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 91.5 રૂપિયા સસ્તો કરવામાં આવેલ છે પરંતુ ઘરેલું રાંધણ ગેસના બાટલામાં તબક્કાવાર તોતિંગ વધારો કરાયા બાદ અને સબસીડી બંધ કરાયા બાદ ઘરેલુ રાંધણ ગેસમાં એક ફદિયુ ઘટાડવામાં આવ્યું નથી. દરેક વખતે બજેટમાં આ વસ્તુ સસ્તી થશે તેવી કરવામાં આવતી જાહેરાતો ભ્રામક છે. ક્યારેય કોઇ વસ્તુ સસ્તી થતી નથી

અને બજેટના આંકડાની માયાજાળના નામે ઉલ્લુ બનાવવાનું બંધ કરો. આજની તારીખે ખરેખર તોતિંગ શિક્ષણ ફી, મોંઘુ દાટ બનતું જતું શિક્ષણ, રાંધણગેસ સિલિન્ડર, શાકભાજી, સીંગતેલ, કપાસિયા તેલ, કઠોળ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવો આસમાને છે કાળઝાળ મોંઘવારી નાથવામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સદંતર નિષ્ફળ પુરવાર થયેલના આક્ષેપો કર્યા હતા. બજેટના નામે હથેળીમાં ચાંદ બતાવવાનું બંધ કરો.

Read About Weather here

હજારો લોકો ઘરના ઘરનું સ્વપ્ન એ ખરેખર એક સ્વપ્ન બની ગયું છે અને આજે પણ હજારો લોકો ભાડાના મકાનમાં રહે છે ત્યારે 2022માં તમામ પરિવારોને ઘરનું ઘર મળશે એ વાત હાસ્યાસ્પદ અને છેતરામણી બની છે. આ વખતનું બજેટ કોર્પોરેટ કંપનીઓને વધુ લાભ થાય એવું અને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પિસાતા જ રહે તેવું છે. આત્મનિર્ભર બનાવવાની વાતો ફક્ત શ્રીમંતો પુરતી જ સિમિત બની ગઇ છે. મહિલાઓ અને ગરીબોને ભાગે તો ચિંતા કરવા સિવાય બજેટમાં કશું ભાગે આવ્યું નથી તેમ અંતમાં હિતાક્ષીબેન, પારૂલબેન, સરલાબેન ની યાદીમાં જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here