ઘરનાં ફળિયામાં જ ગાંજો વાવનાર ખેડૂતની ધરપકડ

ઘરનાં ફળિયામાં જ ગાંજો વાવનાર ખેડૂતની ધરપકડ
ઘરનાં ફળિયામાં જ ગાંજો વાવનાર ખેડૂતની ધરપકડ

આરબ ટીંબડીમાં ગાંજાનું વાવેતર ઝડપાયું

રાજકોટ રૂરલ એસઓજી ટીમે પાડ્યો દરોડો

જેતલસર પંથકના ખેડૂત યુવાને પોતાના રહેણાંક મકાનના ફળિયાંમાં જ ગાંજો વાવ્યાની બાતમી પરથી રાજકોટ રૂરલ એસઓજી કાફલાએ ત્રાટકી મુકેશ જમન ઠુંમરને રૂ.50 હજારના લીલા ગાંજા સાથે પકડી પાડ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

જેતપુર તાલુકાના આરબટીંબડી ગામે એક ખેડૂતે પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગાંજાના ચોળાનું વાવેતર કર્યું હતું. જે અંગેની જઘૠ પોલીસને બાતમી મળતા પોલીસે આરબટીંબડી ગામે જઈ રેડ પડતા લીલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની તપાસ હાથ ધરી હતી.

જેતપુર તાલુકાના આરબટીંબડીમાં મુકેશ જમનભાઈ ઠુંમર નામના ખેડૂત યુવાને પોતાના રહેણાંક ઘરના ફળિયામાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે ગાંજો વાવ્યો હતો. આ બાબતે પોલીસને બાતમી મળી જતા રૂરલ એસઓજી કાફલો આરબ ટીંબડીમાં ત્રાટકતા મુકેશના ફળિયામાં કાપણીના આરે પહોંચી ગયેલો લીલો ગાંજો જોવા મળતા પોલીસે તુરંત મુકેશને ઝડપી લીધો હતો.

Read About Weather here

પોલીસે 7.270 ગ્રામ કી.(રૂ 50.000) ના મુદ્દામાલ કબ્જે કરી નાર્કોટિક્સ ધારા હેઠળ મુકેશ સામે જેતપુર તાલુકા પોલીસમાં ગુનો નોંધવાની તજવીજ આદરી હતી. આરબ ટીંબડીમાં અગાઉ દારૂ વેચાતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. પ્રતિવર્ષે આ ગામમાં સારા-નરસા વરસાદનો વર્તારો જોવાતો હોય ગામલોકો આરબ ટીંબડીમાંથી ગામનું નામ રામ ટીંબડી રાખવા માંગ કરે છે ત્યારે આવા પવિત્ર ગામમાં જ હવે ગાંજાનું વાવેતર મળી આવતા લોકોમાં ચકચાર જાગી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here