મેટોડા પુત્રને ટીફીન આપવા જતી વેળાએ સર્જાયો અકસ્માત;પરિવારમાં ગમગીની
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક બનાવમાં નવા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ઘંટેશ્વર નજીક અજાણ્યા વાહનની ઠોકરે ઘવાયેલા બાઇક ચાલક આધેડનું પત્નીની નજર સામે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
Subscribe Saurashtra Kranti here
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મુંજકાના ટીટોડિયા ક્વાટર્સમાં રહેતા રમેશભાઇ વનમાળીદાસ દેસાણી (ઉ.વ.55) અને તેમના પત્ની ઇન્દુબેન દેસાણી (ઉ.વ.50) રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ટીટોડિયા ક્વાટર્સથી બાઇક ૫૨ મેટોડા જવા નીકળ્યા હતા અને ઘંટેશ્વર એસઆરપી કેમ્પ પાસે પહોંચ્યા હતા
ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવ્યું હતું, વાહનની ઠોકરે દંપતી રસ્તા પર ફંગોળાયું હતું.ઘંટેશ્વર પાસે ઘટનાસ્થળ નજીકથી પસાર થયેલા કોઇ જાગૃત નાગરિકે જાણ કરતા 108 મારફત બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પંરતુ ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઇ દેસાણીનું સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.
Read About Weather here
જ્યારે ઇન્દુબેનની સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછતાછમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મૃતક પોતાની પત્ની સાથે મેટોડા ટિફિન દેવા માટે જતા હતા. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે યુનિવર્સીટી પોલીસે પોલીસે જીવલેણ અકસ્માત સર્જી નાસી છૂટેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here