રાજકોટ જીલ્લામાં 413 ગામોમાં રવિવારે બેલેટ પેપરથી મતદાન યોજાશે
ચૂંટણીમાં 150થી વધુ ચિન્હો ફાળવાયા
રવિવારે 410 સરપંંંંચોનું ભાવિ મતદાર પેટીમાં કેદ થશે : મંગળવારે મતગણતરી કરાશે
રાજકોટ જિલ્લામાં પંચાયતોની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. 547 પૈકી 134 ગ્રામ પંચાયતો બિનહરિફ થયા બાદ બાકી રહેલી 413 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આગામી રવિવાર તા .19 ના સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન યોજાશે. આવતી કાલે સાંજથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાડવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
જેથી પ્રચાર કરવા માટે ઉમેદવારો પાસે આવતી કાલ સાંજ સુધીનો જ સમય બચ્યો છે. મતદાન મશીનના બદલે બેલેટ પેપરથી થવાનું છે અને આ માટે 964 મતદાન મથક ઉપર મતદારોની સંખ્યાને ધ્યાને રાખીને 1089 મતપેટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 410 સરપંચ અને 3005 સદસ્યોની ચૂંટણી યોજાવાની છે . જેમાં સરપંચપદના 11168 અને સભ્ય બનવા માટે 5775 ઉમેદવાર મેદાનમાં છે. આ ચૂંટણીમાં 388724 સ્ત્રી મતદાર અને 353606 પુરૂષ મતદાર મતદાન કરી ગ્રામપંચાયતના હોદ્દેદારોની પસંદગી કરશે.
મતદારો માટે 16 લાખ બેલેટ પેપર છાપવામાં આવી રહ્યા છે. ચૂંટણી માટે 5501 કર્મચારીઓ 144 ચૂંટણી અધિકારીઓ કામે લગાડવામા આવનાર છે . આ માટે ચૂંટણી શાખા દ્વારા ઓર્ડર કરી દેવાયા છે. જિલ્લામાં કુલ 964 મતદાન મથક ઉપર મતદાન યોજાવાનું છે.
આ મતદાન મથકો પૈકી 358 સંવેદનશીલ અને 61 અતિસંવેદનશીલ હોવાથી ત્યાં વધારાનો બંદોબસ્ત મૂકવા સ્કીમ બનાવાઈ છે. તા.19 ના મતદાન થવાનું હોય 11 તાલુકા મથકેથી તા.18 ના ડિસ્પેચીંગ સેન્ટરો ધમધમશે અને મતદાન બાદ ત્યાં જ રિસિવીંગ સેન્ટર ખોલી મતપેટીઓ એકત્ર કરાશે.
આજે શુક્રવારે સાંજે 5-00 કલાક બાદ ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારબાદ ઉમેદવારો ડોર – ટુ – ડોર જ પ્રચાર કરી શકશે. તા. 19 મીના રોજ મતદાન બાદ તા . 21 મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી હાથ ધરાનાર છે.
ગ્રામપંચાયતની ચૂંટણીમાં 150થી વધુ ચિહ્નની ઉમેદવારોને ફાળવણી કરાઈ. જેમાં કચરાપેટીથી લઈને હાથ રેંકડી, કીટલીથી લઈ ટોફી ચોકલેટ સહિતના 150થી વધુ ચૂંટણી પ્રતીકો જાહેર કર્યા છે.
આ ચૂંટણી પ્રતીકોમાંથી કેટલાંક વિશેષ ધ્યાનાકર્ષક પ્રતીકો છે, જેમા ગ્રામોફોન, સાઇકલ પંપ , બિસ્કિટ, ફળોની ટોપલી, ડિશ એન્ટેના, ડીઝલ પંપ , સીસીટીવી, ડોલી, મોતીનો હાર, ક્રેન, ભીંડો, કાતર, લાઈટર, રૂમ કૂલર, રૂમ હીટર, દૂરબીન, થાંભલો, ફુવારો, માચિસ, તવો, સીરિંજ, ખાવાની ભરેલી થાળી વગેરેનો સમાવેશ થાય છે.
મડાંઓમાં કૃષિકારો અને મજૂર વર્ગને આકર્ષવા કામ લાગી શકે એવાં મગફળી, હાથ રેંકડી, સૂપડું, કરવત, પાંઉરોટી, લીલું મરચું પણ આ લિસ્ટમાં સામેલ છે તો ગ્રામીણ અને ગરીબ વર્ગને જેની સાથે ઓછી નિસ્બત હોય એવાં એરકન્ડિશનર,
બેબી વોકર, નૂડલ્સનો કટોરો, ટોફી, જેકફ્રૂટ, કમ્પ્યૂટર માઉસ પણ ઉમેદવારે પસંદ કર્યા હતા.ક્યાંક વળી ફુગ્ગો, ટીવી રિમોટ, આદુ, ઝુલો, કચરાપેટી, રેઝર, પેટીવાજું, બંગડી, ચીપિયો, ચપ્પલની જોડી, બંગડી, સાઇકલનો પંપ (હવા ભરવાનો) જેવાં કેટલાંક પ્રતીકોનો યા તો પોતે
Read About Weather here
બડાશ હાંકવા અથવા પ્રતિ સ્પર્ધીની ફિરકી લેવા પણ ઉપયોગ થયા હોય તો નવાઈ નહીં. આ ઉપરાંત કીટલી (ચા) પણ છે અને ભડકતા ભાવને લઈને એવાં પેટ્રોલનું આઉટલેટ (પેટ્રોલપંપ) પણ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here