ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી સહિત 5 લોકોએ દારૂની મહેફિલ માણી…!

ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી સહિત 5 લોકોએ દારૂની મહેફિલ માણી…!
ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી સહિત 5 લોકોએ દારૂની મહેફિલ માણી…!
ડેભારી ગામના તલાટી રમેશ ચૌહાણ દારૂની મહેફિલ માણતા મોબાઇલનો વીડિયો વાઇરલ થયો છે. તલાટી કર્મીએ દારૂ પાર્ટી કરીને તમામ હદો પાર કરી દીધી છે. મહીસાગરના વિરપુર તાલુકાની ડેભારી ગ્રામ પંચાયતમાં તલાટીને પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રજાની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ખુરશી પર બેસાડવામાં આવ્યા છે. પરંતુ આ તલાટીઓને પ્રજાના કામમાં નહી પરંતુ દારૂ પીવામાં જ આનંદ આવતો હોય તેમ લાગી રહ્યુ છે. તેમજ દારૂબંઘીમાં પણ દારૂ મળે છે ક્યાંથી? એ સૌથી મોટો પ્રશ્ન છે તલાટી ગ્રામ પંચાયત ઓફિસમાં આવીને પગ પર પગ ચઢાવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતા ડેભારી ગ્રામ પંચાયતના તલાટી અને અન્ય ચાર વ્યક્તિઓ છે. જે દારૂ બંધીના લીરેલીરા ઉડાવીને દારૂની પાર્ટી કરતાં વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અને ગ્રામ પંચાયતની આસપાસ દારૂની ખાલી બોટલ તેમજ બિયરના ખાલી ટીન પણ જોવા મળ્યા હતા. અને ગ્રામજનો પણ આ બાબતે દારૂ અને બીયરની બોટલો એકત્રિત કર્યાં હતા.તાલુકા વિકાસ અધિકારીને કંઇ ન મળ્યુંત્યારે તાલુકા વિકાસ અધિકારીએ તલાટીનો લુલો બચાવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, તાલુકા વિકાસ અધિકારીએ આ બનાવને લઇને ગ્રામ પંચાયતની તપાસ આદરી હતી. જેમાં કોઈ પણ પ્રકારના માદક જેવી ચીજવસ્તુઓ મળી આવી નથી તેવુ જણાવ્યુ હતું.

પોલીસ આ બાબતની તપાસ કરી રહી છેટીડીઓ બી.કે.કટારાએ જણાવ્યું હતું કે, ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશ ચૌહાણની દારૂની મહેફિલનો વીડિયો વાઇરલ થયો છે. જે વીડિયો વાઇરલને લઈને ડેભારી ગ્રામ પંચાયતની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગ્રામ પંચાયતની આજુબાજુમાં કોઈ પણ પ્રકારના માદક પ્રકારની ચીજવસ્તુઓ જોવા મળી નથી તેમજ વિરપુર પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે ત્યારે તપાસ દરમ્યાન જે પણ હશે તેની જીલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવશે.વીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.વી. છાસટીયાએ જણાવ્યું હતું કે, વિરપુર તાલુકાના ડેભારી ગ્રામપંચાયતના તલાટીનો ગ્રામ પંચાયતમાં દારૂ પીતો વીડિયો વાઇરલ થયો છે

Read About Weather here

જે સંદર્ભ તલાટી રમેશ ચૌહાણનું સેમ્પલ લેવામા આવ્યું છે. લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલ છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામા આવશે. જે વીડિયો વાઇરલ થયો છે તે ક્યારનો છે તે ચોક્કસ જાણી શકાય તેમ નથી. અમે કામ માટે જઇએ તો દારૂની બોટલો માંગે છે. અમારી માંગણી છે કે, આ તલાટીને બદલે અમને સારો તલાટી આપો. જેથી અમારા વિકાસના કામ થઇ શકે. માટે સેમ્પલના રિપોર્ટ પછી જ ચોક્કસ દિશામા યોગ્ય પગલાં લઈ શકાય તેમ છે.સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તલાટીની દારૂની મહેફિલનો વીડિયો સાચો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here