આપણી આસપાસના ભૂમિ વિસ્તારને હરિયાળી કરવાની ઝુંબેશના ભાગરૂપે તેમ જ પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનની જાગૃતિ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિને વેગ આપવા માટે સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન – રાજકોટ તેમજ નવરંગ નેચર કલબ – રાજકોટના સહયોગથી સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સ સંલગ્ન 23 ગ્રામીણ શાળાઓમાં ઔષધીય ઉપવનના નિર્માણ માટે તેમ જ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિને વેગ આપવા
Visit Saurashtra Kranti Homepage here
વિનામૂલ્ય રાવણા , જામફળ , સીતાફળ , આમળા , અરીઠા , અર્જુન સાદડ , મહુડા , બહેડા , સીસમ , નગોડ , મહેંદી , ઉમરો , વડ સરગવો , દાડમ તથા લીમડા જેવા 16 પ્રકારના વૃક્ષના 1700 જેટલા રોપા ગ્રામીણ વિસ્તારની શાળાઓને નિ : શુલ્ક આપવામાં આવેલ છે .
આ રીતે ફળાવ તથા ઔષધીય વૃક્ષોનું વાવેતર કર્યા બાદ બાળકોને વૃક્ષની ઓળખ , વૃક્ષની ઉપયોગિતા તેમજ વૃક્ષના ઔષધીય ગુણ ધરાવતા ભાગના વપરાશની સમજણ આપવામાં આવશે . શિક્ષણના મહત્વનાં અંગ તરીકે ઔષધીય ઉપવનની જાળવણીની જવાબદારી શાળાના સંચાલકો , શિક્ષકો તથા શાળાના બાળકોએ ઉપાડેલ છે .
Read About Weather here
બાળકોને વિદ્યાર્થી અવસ્થાથી નાગરિકધર્મની ફરજની જાગૃતિ માટે તેમ જ વૃક્ષોના ઉછેર દ્વારા પર્યાવરણની જાળવણીની તાલીમ મળી રહે તેવા ઉમદા હેતુથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવેલ છે .
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here