ગૌમાતા જ નહીં બચે તો આ સૃષ્ટિ પણ નહીં બચે: પ.પૂ.સાધ્વીજી
યાત્રા નિમિતે રાજકોટમાં સંમેલન યોજાયું
૩૧ વર્ષીય ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા કે જે 4 ડિસેમ્બર, 2012 નાં સમયગાળાથી આરંભ થઈ હતી. તેનાં પ્રખર પ્રણેતા પરમ તપસ્વી ગૌભક્ત સંત પરમ પૂજ્ય સાધ્વીજી આરાધનાદીદી અને પરમ પૂજ્ય સાધ્વીજી નિષ્ઠાદીદી રાજકોટ પધાર્યા છે. ત્યારે એક પત્રકાર પરીષદ યોજવામાં આવી હતી.
જેમાં પ.પૂ.સાધ્વીજી આરાધના દીદી અને પ.પૂ.સાધ્વીજી નિષ્ઠાદીદીએ પત્રકારોને ગૌ-પર્યાવરણ તથા આધ્યાત્મ ચેતના યાત્રા વિશે માહિતી આપી હતી. તેમની ગૌ પર્યાવરણ અને આધ્યાત્મ ચેતના યાત્રા 3 ડિસેમ્બર, 2043 નાં સમયગાળા દરમિયાન પૂર્ણ થશે. આ સમય દરમિયાન તેઓ ગામે ગામ ફરીને સૌને ગૌસેવાનો અને એ થકી રાષ્ટ્ર સેવાનો ઉપદેશ આપી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
સાધ્વીજી આરાધના દીદીનો જન્મ ઇ.સ. 1998 માં રાજસ્થાન રાજ્યનાં નાનકડા ગામમાં થયો હતો. તેઓએ છેલ્લા સાડા 6 વર્ષોથી પોતાના ઘર પરીવારનો ત્યાગ કર્યો છે. તેમણે 5 વર્ષોથી અન્નનો પણ ત્યાગ કર્યો છે.
સાધ્વીજી 4 વર્ષોથી ગૌ સેવા અર્થે 100 થી પણ વધુ કથાઓ કરવામાં અને એ દ્વારા દરેક નાનામાં નાના ગામ કે શહેરમાં વસતા લોકો સુધી ગૌ સેવાનો મહિમા પહોંચાડ્યો છે. તેમજ ઘણા ઘરોમાં પહેલાંની જેમ ગૌમાતાને ફરી સ્થાન અપાવા માટે નિમિત્ત પણ બન્યા છે.
સાધ્વીજી ગૌમાતાનો મહિમા પ્રગટ કરતા જણાવે છે કે, ગાય પ્રાણી નથી પરંતુ વૈદિક ધર્મનો પ્રાણ છે. ગૌમાતાનું તો દેવતાઓ પણ પૂજન કરે છે. એ માત્ર હરતું ફરતું તીર્થ જ નહીં પરંતુ હરતું ફરતું ઔષધાલય પણ છે. ગૌમાતાનાં દર્શનમાં ફક્ત તીર્થો અને દેવોનું દર્શન નથી, ગૌમાતા અસાધ્ય રોગોની ઔષધિ પણ પોતાનાં ભક્તોને કોઈ પણ ફી વસુલ્યા વગર આપી દે છે.
તેમણે પોતાના વક્તવ્યમાં વ્યક્ત કર્યું કે ગૌમાતા સૃષ્ટિની ધરી છે. ગૌમાતા જ નહીં બચે તો આ સૃષ્ટિ પણ નહીં બચે. માણસ માટે તો જન્મથી લઈને મૃત્યુ સુધી ગૌમાતા ઉપયોગી છે. આ જ કારણોસર માણસે ગૌ રક્ષણ કરવું ફરજીયાત બની જાય છે.
31 વર્ષીય પદયાત્રાનાં પ્રખર પ્રણેતા પ.પૂ સાધ્વીજી આરાધનાદીદી અને નિષ્ઠાદીદીને લોકો દીદીજી કહીને પણ ઓળખાવે છે. દીદીજીએ સમગ્ર દેશમાં ગૌ પ્રચાર કરવાની સાથે પોતાની રહેણીકરણીમાં પણ ઘણા ફેરફારો કર્યા છે. તેઓ ખૂબ સાદું જીવન જીવે છે. તેઓ છેલ્લા 4 વર્ષોથી અન્ન ગ્રહણ નથી કરી રહ્યા, તેઓ પોતાના આશ્રમ માટે દાન, દક્ષિણાનો સ્વીકાર નથી કરતા અને રૂપિયાનો સ્પર્શ પણ નથી કરતા, તેઓ પોતાના વસ્ત્રોમાં ખિસ્સા પણ નથી રાખતા.
કોઈ પણ પ્રકારની રકમ વસુલ્યા વગર તેઓ લોકોને રોગમુક્ત, સંકટ મુક્ત, દુઃખ મુક્ત થવાનાં ઉપાયો પણ આપે છે, પર્યાવરણ રક્ષા હેતુ સમગ્ર દેશમાં જાગૃતિ ફેલાવે છે. તેમણે ઘણા સમય સુધી જીવવા માટે માત્ર ગૌમૂત્રનો આધાર લઇને વિશ્વ કલ્યાણ માટે તપ પણ કર્યું છે. તેઓ નાના ગામડાઓ, કસબાઓ અને શહેરોમાં ફરીને લોકોને ગૌ મહિમા સંભળાવે છે,
Read About Weather here
પહેલાંના સમયની જેમ ઘરે-ઘરે ગૌમાતા બંધાવીને ગૌ સેવાનાં કાર્ય માટે માર્ગદર્શન અને શક્તિ આપે છે. તેઓ વૃક્ષારોપણ, પ્લાસ્ટિક પ્રતિબંધ, બેટી બચાઓ, સ્વચ્છતા અભિયાન, નશા મુક્તિ અને આનંદિત રહો જેવા સમાજોપયોગી અભિયાનોનાં માધ્યમથી જન જાગૃતિનું કાર્ય કરે છે.
આવા મહાન તપસ્વી, ક્રાંતિકારી, રાષ્ટ્રભક્ત, ગોભક્ત, ભૈરવની ઉપાસના કરનાર ગ્વાલ સંત સાધ્વીજી 75000 કિલોમીટરની યાત્રા કરતાં કરતાં 18000 થી પણ વધુ ગામો, કસબાઓ, શહેરોમાં ગૌસેવા, પ્રાણીસેવા, વૃક્ષ સેવા, જન સેવાની પ્રેરણા આપતાં આપતાં આપણા શહેરમાં પધાર્યા છે. રાજકોટ ખાતેની તેમની વ્યવસ્થા માટે એનીમલ હેલ્પલાઇનનાં મિત્તલ ખેતાણી, રમેશભાઈ ઠક્કર, પ્રતિક સંઘાણી, ધર્મેશભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી રહ્યા છે.(૪.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here