ગૌસેવક સુનિલ માનસિંઘકાજી કાલે રાજકોટની મુલાકાતે

ગૌસેવક સુનિલ માનસિંઘકાજી કાલે રાજકોટની મુલાકાતે
ગૌસેવક સુનિલ માનસિંઘકાજી કાલે રાજકોટની મુલાકાતે

એનિમલ હેલ્પલાઈનની ટીમ તેમની સાથે પ્રવાસમાં જોડાશે

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગૌ સેવક સુનિલ માનસિંઘકાજી તા.7 જાન્યુઆરી શુક્રવારનાં રોજ રાજકોટની મુલાકાતે આવશે. એનિમલ હેલ્પ લાઈનની ટીમ તેમની સાથે પ્રવાસમાં જોડાશે.

સુનિલ માનસિંઘકા, ગૌ વિજ્ઞાન અનુસંધાન કેન્દ્ર, (વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા સંચાલિત) દેવલાપર, નાગપુરના સંયોજક છે. તેઓ રાષ્ટ્રીય કામધેનુ આયોગ, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા, પંચગવ્ય સંશોધન સમિતિ (ભારત સરકાર)ના સભ્ય પણ છે. આ કેન્દ્ર સમાજમાં દૂધ કે તેના વગરની ભારતીય ગાયોની ઉપયોગીતા પુન:સ્થાપિત કરવા માટે સઘન કાર્ય કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સંસ્થા ગાયોમાં જોવા મળતા પંચગવ્ય પર આધારિત દવાઓ, જૈવિક ખેતી, પુન:પ્રાપ્ય ઉર્જા અને ગ્રામીણ વિકાસના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસનું કાર્ય કરી રહી છે. ગૌમૂત્ર અને લીમડા પર આધારિત અર્ક અને જંતુ નિયંત્રણ માટે સુનિલ માનસિંઘકાજી દ્વારા પંચગવ્યના વિવિધ ગુણધર્મો માટે ચૌદથી વધુ દેશોની પેટન્ટ્સ મેળવવામાં આવી છે.

સુનિલ માનસિંઘકાજી તા.7 જાન્યુઆરી, શુક્રવારનાં રોજ રાજકોટની મુલાકાતે પધારવાના છે. મુલાકાત દરમ્યાન વિવિધ ગૌશાળાઓ, પાંજરાપોળોની મુલાકાત, શ્રેષ્ઠીઓની મુલાકાત, કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખીને સીમિત માત્રામાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન દ્વારા કરવામાં આવ્યું છે.

Read About Weather here

તેમનાં આ પ્રવાસ દરમ્યાન મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરેન્દ્રભાઈ કાનાબાર, રમેશભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઇ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાની ટીમ જોડાશે.જેમાં ગાય આધારિત અર્થવ્યવસ્થા, પંચગવ્ય પર આધારિત દવાઓ, જૈવિક ખેતી વગેરે જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here