ગોપાલ ચોક પાસે રૂ.2 લાખ રોકડ ભરેલા પર્સની ચીલઝડપ

ગોપાલ ચોક પાસે રૂ.2 લાખ રોકડ ભરેલા પર્સની ચીલઝડપ
ગોપાલ ચોક પાસે રૂ.2 લાખ રોકડ ભરેલા પર્સની ચીલઝડપ
રૂપિયા 2 લાખની રોકડ ભરેલા થેલાની ચીલઝડપ કરનાર બે શખ્સોની શોધખોળ

પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી અગાઉ આવા ગુનામાં ઝડપાયેલા શખ્સોની પૂછપરછ હાથ ધરી

Subscribe Saurashtra Kranti here

આ અંગેની માહિતી અનુસાર બે શખ્સો ચીલઝડપથી આવીને પર્સની ચોરી કરતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ છે. યુનીવર્સીટી પોલીસે કમીશન એજેન્ટની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.

રૈયા રોડ પર ઘરેથી ઓફિસે જતા બ્રોકર લોહાણા વૃધ્ધનાં સ્કુટી પેપમાં રાખેલો રૂ. 2 લાખની રોકડ ભરેલા થેલાની ચીલઝડપ કરનાર અજાણ્યા બે શખ્સોની પોલીસે શોધખોળ આદરી છે. આ અંગેની વિગત મુજબ રૈયા રોડ પર આવેલા સવન સીમ્ફની એપાર્ટમેન્ટમાં રહેતા અને બ્રોકરનું કામ કરતા હરેશભાઈ ગોરધનભાઈ કક્કડ (ઉ.વ.૬૧) નામના લોહાણા વૃધ્ધે ગાંધીગ્રામ-૨ (યુર્ની) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજનાં સમયે પોતે ઘરેથી બે લાખની રોકડ ભરેલો થેલો લઇ ઓફિસે જતા હતા ત્યારે પટેલ કન્યા છાત્રાલયથી ગોપાલ ચોક વચ્ચે સત્યમ સુપર માર્કેટ પાસે પહોંચતા સ્કુટી પેપમાં રાખેલો રૂ. 2 લાખનો થેલો રાખ્યો હતો ત્યારે નંબર પ્લેટ વગરનાં સ્પ્લેન્ડર બાઈકમાં બે અજાણ્યા શખ્સોએ જુટમારી રૂ. 2 લાખની રોકડની ચીલઝડપ કરી નાસી ગયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઈ એ.એસ.ચાવડા, પી.એસ.આઈ એ.બી.જાડેજા સહિતનાં સ્ટાફે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ મેળવી જેના આધારે બંને અજાણ્યા શખ્સોની શોધખોળ આદરી છે.

Read About Weather here