ગોપાલ ચોકમાં પૈસાની લેતી-દેતી બાબતે યુવક પર શખ્સનો હુમલો

ગોપાલ ચોકમાં પૈસાની લેતી-દેતી બાબતે યુવક પર શખ્સનો હુમલો
ગોપાલ ચોકમાં પૈસાની લેતી-દેતી બાબતે યુવક પર શખ્સનો હુમલો

શહેરનાં સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે કોપર હાઈટ્સમાં રહેતા અર્જુન પ્રેમસીંગ ઠાકુર (ઉ.વ.23) ને પૈસાની લેતી-દેતી બાબતે રાત્રીનાં જનકસિંહ તથા સુરેન્દ્રએ છરી ઝીંકી દઈ ખૂનની ધમકી આપી હતી. ઘવાયેલા યુવાને રાજકોટ સિવિલમાં તબીબી સારવાર મેળવી હતી. યુનિવર્સીટી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

કોઠારીયામાં પ્રેમસંબંધનો ખાર રાખી યુવક પર છ શખ્સોનો હુમલો

શહેરનાં કોઠારીયા મેઈન રોડ પર ઘનશ્યામનગરમાં રહેતા જયરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ.21) પર સાંજે આઠેક વાગ્યાનાં અરસામાં વિસ્તારમાં રહેતા વિપુલ કોળી યુવક સહિત 6 શખ્સોએ પ્રેમસંબંધ મુદ્દેનો ખાર રાખી ધોકા-પાઈપ, કુહાડી વડે હુમલો કરી ખૂનની ધમકી આપી હતી.

ઘવાયેલા યુવાને સિવિલ હોસ્પિટલમાં તબીબી સારવાર મેળવી હતી. આજીડેમ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

જસદણનાં ઝુંડાળા ગામે યુવક પર નશાખોરનો લાકડી વડે હુમલો

જસદણનાં ઝુંડાળા ગામે રહેતા માટીકામનું કામ કરતા પરેશ નાનજીભાઈ ગોંડલીયા (ઉ.વ.30) ને રાત્રીનાં સમયે ગામના નશાખોર કેતન લાલજી માથુકીયા (ઉ.વ.43) એ નજીવી બાબતે ઝઘડો કરી લાકડી વડે હુમલો કરી પ્રજાપતિ યુવકનાં ડાબા હાથ- જમણા પગમાં લાકડીનાં ઘા મારી ફેક્લ્ચાર કરી નાખી ગંભીર ઈજાઓ કરી હતી.

ઘવાયેલા પ્રજાપતિ યુવકની ફરિયાદ પરથી આટકોટ પોલીસ સ્ટેશનનાં એ.એસ.આઈ રઘુ ભલા ગામડીયાએ મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જસદણમાં ઇકો ડ્રાઈવરને બે શખ્સોએ ફડાકો ઝીંકી ધમકી આપી

જસદણનાં ચિતળીયા રોડ પર ખારી વિસ્તાર બેઠા પૂલની પાસે ઇકો ડ્રાઈવર નિલેશ બાબુભાઈ માલકીયા (ઉ.વ.24) એ બાઈક સામુ જોઈ ચલાવવા બાબતે મેહુલ પારેખીયાને ઠપકો દીધો હતો.

જે બાબતનો ખાર રાખી મેહુલ પારેખીયા, નિલેશ પારેખીયા તથા એક અજાણ્યા શખ્સે કોળી યુવકને ફડાકો ઝીંકી દીધા બાદ ગાળો આપી ખૂનની ધમકી આપી હતી. જસદણ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ અરુણાબેન રણછોડભાઈએ વધુ તપાસ હાથ ધરી છે.

કાલાવડનાં પીપરગામે શ્વાસની બિમારી સબબ ખેડૂતનું મોત

કાલાવડ તાલુકાનાં પીપર ગમે રહેતા મનસુખ હરજીભાઈ રાંક (ઉ.વ.56) ને રાત્રીનાં સમયે શ્વાસ ચડતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પટેલ પ્રૌઢને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી.

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. કાલાવડ તાલુકા પોલીસે મૃતદેહ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

Read About Weather here

ગોંડલનાં મોવિયા ગામેથી બાઈકની ઉઠાતરી

ગોંડલનાં મોવિયા ગામે મામાનાં ઘરે ગયેલા ભત્રીજા હિતેશ ગિરધારભાઈ સરધાર (ઉ.વ.21) નું રાત્રીનાં સમયે યામાહા કંપનીનું જીજે-૧ એમ.એન- 8054 નંબરનું બાઈક કિંમત રૂ. 26,000 નું કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ નોંધાતા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ ડી.બી.ખેરે વધુ તપાસ હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleભગવતીપરામાં બે હિસ્ટ્રીસીટર બંધુ વચ્ચે માથાકૂટ થતા બન્નેનો આપઘાતનો પ્રયાસ
Next articleધારીના ગરમલી ગામે નીંદ્રાધીન બાળક પર દીપડાનો હુમલો