Subscribe Saurashtra Kranti here.
ગોંડલના દેરડીકુંભાજી ગામને તસ્કરોએ બાનમાં લીધુ હોય તેમ અવારનવાર ચોરી
ચોરીની કેટલીક ઘટના એવી બનતી હોય છે કે જેમાં તસ્કરોને મહેનત પણ ભારે પડે છે. આવો જ એક કિસ્સો ગોંડલના દેરડીકુંભાજી ગામે બન્યો હતો. દેરડીકુંભાજી ગામે વિવેકાનંદ વિદ્યાલયની ઓફિસને ૬ તસ્કરોએ નિશાન બનાવી હતી. ૬ ચોરે ૬ કલાક સુધી ફાંફાફોળા કર્યા પરંતુ ૬૦ રૂપિયા જ હાથે લાગતા લોકોમાં હાસ્યાપદ કિસ્સો બન્યો છે. ચોરીની સમગ્ર ઘટના સ્કૂલના સીસીટીવીમાં કેદ થઇ છે.
સ્કૂલમાં ત્રાટકેલા ૬ ચોરે પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યા હોવાનું સીસીટીવીમાં દ્રશ્યમાન થાય છે. છ ચોર સ્કૂલના ટેબલ ખોલી ખોલીને વારાફરતી ફાંફાફોળા કરતા નજરે પડે છે. પરંતુ ચોરના હાથમાં કંઇ આવતું નથી. ઓફિસના ટેબલના ખાનામાં પડેલા માત્ર ૬૦ રૂપિયા જ હાથમાં લાગ્યા હતા. આથી લોકોમાં હાસ્યનું મોજુ પ્રસરી ગયું છે અને લોકોમાં ચર્ચા થઇ રહી છે કે ૬ ચોરને ભાગમાં ૧૦-૧૦ રૂપિયા આવ્યા હશે.
Read About Weather here
ગોંડલના દેરડીકુંભાજી ગામને તસ્કરોએ બાનમાં લીધુ હોય તેમ અવારનવાર ચોરી થઇ રહી છે. હજી થોડા દિવસ પહેલા જ દેરડીકુંભાજી ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ૬ દૃુકાનના શટર તોડ્યા હતા. આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેમાં ભૂખ્યા ૪ ચોરે નમકીન પણ છોડ્યું નહોતું. વારંવાર દેરડીકુંભાજી ગામને નિશાન બનાવતા તસ્કરો સામે પોલીસની નિષ્ક્રિયતા પણ સામે આવી છે. પોલીસ તસ્કરોને પકડી કડકમાં કડક સજા કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here