ગોંડલ સેશન્સ કોર્ટનો 36 વર્ષ જુના કેસનો ચુકાદો: કલમ 304 (બી) હેઠળ આરોપીને સજા ફરમાવાઈ
ગોંડલ શહેરમાં રહેતી ઉષાબેન વાઈફ ઓફ મહેશભાઈ જીવરાજાની (લોહાણા) ની ધર્મપત્નીએ લગ્નનાં બે માસની અંદર તા. 16/6/1987 ના રોજ આપઘાત કર્યો હતો. જેથી ગુજરનાર ઉખાબેનના ભાઈ ડો.રમેશચંદ્ર ધનજીભાઈ જોબનપુત્રાએ આરોપીઓ સાસુ- વિજયાબેન વીઠલદાસ જીવરાજાની, જેઠ- દિનેશભાઈ વીઠલદાસ જીવરાજાની, દેર- અશોક વીઠલદાસ જીવરાજાની લોહાણા, નણંદ- મધુબેન વીઠલદાસ જીવરાજાની વિરુધ્ધ ફરીયાદ દાખલ કરાવી હતી.
Subscribe Saurashtra Kranti here
ગોંડલ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સહીતની કલમ- 498 (ક) નું ચાર્જશીટ થયેલ અને પોલીસે ચાર્જશીટમાં આઈ પી.સી.ની. કલમ- 306 વિ.નો ગુનો ખલ કરેલ ન હોય જેથી ફરીયાદ પક્ષે નામદાર કોર્ટમાં આઈ.પી. કલમ- 306 નો ગુનો બને છે. તેવી અરજી આપેલ અને નામદાર કોર્ટે ફરીયાદ પક્ષની અરજી મંજુર કરી હતી. ઉપરોકત કેસ ગોંડલની સેશન્સ અદાલતમાં કમીટ કરવામાં આવેલ હતી.
સરકાર પક્ષે આઈ.પી.સી.કલમ- 306 નો તથા આઈ.પી.સી. કલમ- 308 (બી) નો ચાર્જ કરવામાં આવેલ સરકારી વકીલ ઘનશ્યામભાઈ કે. ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલ અને આ કામમાં કેસની ટાયલ દરમ્યાન આરોપી નં.1 વિજયાબેન વિઠલદાસ જીવરાજની જે મરણજનારના સાસુ થતા હોય તેમનું અવસાન થયેલ
ત્યારબાદ કુલ 09 સાહેદોને તપાસવામાં આવેલ અને પુરાવો રેકર્ડ ઉપર લેવામાં આવેલ અને ગુજરનારના ભાઈ ૨મેશભાઈની જુબાની તથા ટુંકા લગ્ન જીવન દરમ્યાન ગુજરનાર ઉપાબેને આપઘાત કરેલ હોય તે બાબત તેમજ સરકારી વકીલ ઘનશ્યામભાઈ કે ડોબરીયાની ધારદાર દલીલોને ધ્યાને રાખી
Read About Weather here
આ કામના આરોપીઓ જેઠ- દિનેશભાઈ વીઠલદાસ જીવરાજાની, દેર- અશોક વીઠલદાસ જીવરાજાની લોહાણા, નણંદ- મધુબેન વીઠલદાસ જીવરાજાની ભારતીય દંડ સહીતાની કલમ- 304 (બી) ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી નામદાર સેસન્સ જજ એ દસ વર્ષની સખત કેદની સજા નો હુકમ ફરમાવેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ ઘનશ્યામભાઈ કે ડોબરીયા રોકાયેલા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here