ગોંડલનાં લુણીવાવ ગામની સીમમાં દારૂની 1668 બોટલ અને 1152 બિયર સાથે શખ્સ ઝડપાયો

ગોંડલનાં લુણીવાવ ગામની સીમમાં દારૂની 1668 બોટલ અને 1152 બિયર સાથે શખ્સ ઝડપાયો
ગોંડલનાં લુણીવાવ ગામની સીમમાં દારૂની 1668 બોટલ અને 1152 બિયર સાથે શખ્સ ઝડપાયો

રૂરલ એલ.સી.બી ની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે રેડ કરી રૂ. 7.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

ગોંડલ તાલુકાનાં લુણાવાવ ગામની સીમમાં વાડધરી ગામના રસ્તે આવેલા સરકારી ખરાબાની જમીનમાં દારૂ-બિયરણા જથ્થા સાથે રૂરલ એલ.સી.બી ની ટીમે એક શખ્સને દબોચી લઇ રૂ. 7.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રૂરલ વિસ્તારમાં દારૂની બંદીને નસનાબુદ કરવાની સુચનાના પગલે રૂરલ એલ.સી.બી નાં પી.આઈ એ.આર.ગોહિલની સુચનાથી એ.એસ.આઈ મહેશભાઈ, હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઈ, મહિપાલસિંહ, અનીલભાઈ, બાલકૃષ્ણભાઈ, પ્રકાશભાઈ, નૈમિષભાઈ, જગદીશભાઈ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી

કે ગોંડલનાં લુણીવાવ ગામની સીમમાં દારૂ-બિયરનો મોટો જથ્થો બુટલેગરો ઉતારીયો હોવાની હકીકતનાં આધારે પોલીસે લુણીવાવ ગામની સીમમાં વાડધરી રોડપર છાપરાવાડી ડેમ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનમાં દરોડો પડતા

Read About Weather here

ઉપરોક્ત સ્થળેથી વિદેશી દારૂની અલગ-અલગ બોટલ 1668 કિંમત રૂ. 677460 તથા બિયરનંગ 1152 કિંમત રૂ. 115200 સાથે આમદ બોદું ખીરાણી (ઉ.વ.40 રહે, ગોંડલ વિક્રમસિંહજી રોડ ગોકુલ ફરસાણ સામે) નામના શાખની ધરપકડ કરી કુલ રૂ. 797660 નો મુદ્દામાલ કબ્જે કરી અન્ય બુટલેગરોની શોધખોળ આદરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here