ગોંડલનાં બીલીયાળા ગામે પોલીસની ફરજમાં રૂકાવટ

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

પકડાયેલા આરોપીનાં ઘરે પંચનામું કરવા ગયાની પોલીસને ત્રણ મહિલા સહિત ચાર શખ્સો ધક્કે ચડાવી ધમકી આપી

ગોંડલનાં બીલીયાળા ગામે આરોપીનાં ઘરે પંચનામું કરવા ગયેલા પોલીસ અધિકારી અને સ્ટાફને ત્રણ મહિલા સહિત ચાર શખ્સોએ ધક્કે ચડાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગોંડલ સીટી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ ગંભીરસિંહ ચુડાસમાએ ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ અગાઉ પકડાયેલા આરોપીનાં ઘરે બીલીયાળા ગામે પંચનામું કરવા ગયા ત્યારે પકડાયેલા આરોપીનાં સંબંધ જીગુ ખીટ, શાંતિ જગદીશ ધ્રાગીયા, રંભી તથા મહેશ વજુ ગમારા સહિતનાં શખ્સોએ કહેલ કે અમારા સગાને ખોટા કેસમાં ફીટ કરી દીધેલ છે.

Read About Weather here

તેમ કહીં જાહેરમાં જેમ ફાવે તેમ ગાળો બોલી વિડીયો ઉતારી પંચનામું કરવામાં ધક્કામુક્કી કરી ફરજમાં રૂકાવટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવનાં પગલે તાલુકા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ પી.બી.વલાણી સહિતનાં સ્ટાફે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.