ગોંડલનાં જામવાડી પાસે ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ગોંડલનાં જામવાડી પાસે ગાંજા સાથે શખ્સ ઝડપાયો
ગોંડલનાં જામવાડી પાસે ગાંજા સાથે શખ્સ ઝડપાયો

ગ્રામ્ય એસ.ઓ.જી.એ એક કિલો ગાંજા અને બાઈક સહિત રૂ. 65 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ગોંડલનાં જામવાડી પાસે આવેલ એશીયાટીક ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલ પાસે બાઈકમાં એક કિલો ગાંજા સાથે રૂરલ એસ.ઓ.જીની ટીમે એક શખ્સને દબોચી લઇ રૂ. ૬૫૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ રૂરલ એસ.ઓ.જીના પી.આઈ એ.આર.રાણા સહિતનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જામવાડીમાં એક શખ્સ ગાંજો વેચવા આવવાનો હોવાની હકીકત મળતા પોલીસે ગોંડલનાં જામવાડી વિસ્તારમાં આવેલી એશીયાટીક ઇન્ટરનેશનલ એકેડમી સ્કૂલની પાછળનાં ભાગેથી ભાવસીંગ વેસ્તા રાઠવા નામનો આદિવાસી શખ્સ બાઈકમાં શંકાસ્પદ રીતે નિકળતા પોલીસે તેને અટકાવી તલાસી લેતા તેના કબ્જામાંથી એક કિલો ગાંજો કિંમત રૂ. 10000 નો મળી આવતા પોલીસે રૂ. 65000 નો મુદ્દામાલ કબજે કરી આદિવાસી શખ્સની ધરપકડ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here