ગોંડલનાં ચોરડી ગામે લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપી મહિલાનાં આગોતરા જામીન રદ

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

વિકલાંગ વ્યકિત તરીકે સરકારી ખરાબાની જમીન ઉપર 2 – માથાભારે શખ્સોને પેટ્રોલપંપ બનાવવા જમીન આપી દેવાનું કાવતરુ નિષ્ફળ જતા ત્રણેય આરોપીઓ ફરા૨

ગોંડલ તાલુકાના ચોરડી ગામના રે.સ.ન. 18 પૈકી 7 ની સાડા 5 વિઘા બિનખેતીની જમીનના માલિક જયાબેન ગજેરા હતા. ગોડલ કોર્ટમાં ટાઈપીસ્ટ તરીકે છુટક કામગીરી કરતા જીજ્ઞાબેન રાજેશભાઈ રાજયગુરુને જે તે વખતના સર્કલ ઓફીસર સાથે ઓળખાણ હોય, આ ઓળખાણનો લાભ લઈ જીજ્ઞાબેને વિકલાગ તરીકે રે.સ.ન. 18 પૈકી 1 ની જમીનની માગણી પેટ્રોલપંપ બનાવવા માટે મજુર કરાવેલ.

Subscribe Saurashtra Kranti here

પરંતુ સ્થળ ઉપર જે જમીનની માપણી કરવામા આવેલ તે રે.સ.ન. 18 પૈકી 1 ના બદલે રે.સ.ની 18 પૈકી 7 ની કરાવવામાં આવેલ. આ રીતે જીજ્ઞાબેને બુધ્ધિપુર્વકની રમત કરી જયાબેન ગજેરાની ખાનગી જમીન ઉપર કન્જો જમાવવા પ્રયત્ન કરેલ. રેવન્યુ અધિકારી સમક્ષ આ અંગેનો વિવાદ ઉઠતા મામલતદાર તેમજ કલેકટર સહીતના તમામ અધિકારીઓ જીજ્ઞાબેનની આ માગણી નામજુર કરેલ.

પરંતુ જીજ્ઞાબેનને આજ જમીનનો કબજો જોતો હોય તેથી તેણીએ ઓમદેવસિહ વાઘેલા અને રાજેન્દ્રસિંહ ઝાલાને જમીનનો હવાલો સોપેલ. આથી આ બંને ઈસમોએ જમીન માલીક જયાબેન ગજેરા અને તેના પતિ મનસુખભાઈ ગજેરાને ધમકી આપી આ જમીન ઉપર નહી આવવા માટે જણાવેલ.

તેમ છતા ફરીયાદીએ પોતાના સાહેદને આ જમીન ઉપર ફેન્સીંગ કરવા મોકલેલ ત્યારે આ બને ઈસમોએ ફોન ઉપર સાહેદ કેતનભાઈને જમીન ઉપરથી તાત્કાલીક જતા રહેવાની ધમકી આપેલ.

આમ બનતા જમીન માલીક જયાબેન ગજેરાએ લેન્ડ પ્રબીગ એકટ હેઠળ ફરીયાદ નોંધાવેલ. ધરપકડથી બચવા માટે આ ત્રણેય આરોપી આગોતરા જામીન કરેલ.  જેમાં થયેલ હુકમ મુજબ ત્રણેયને 7- દિવસની નોટીસ આપવામાં આવેલ.

પરંતુ તેમ છતા તેઓ પુછપરછ માટે હાજર ન થતા ત્રણેયની ધરપકડના માર્ગ ખુલ્લા થયેલ. આ સામે જીજ્ઞાબેન રાજયગુરુએ ફરી આગોતરા જામીન અરજી કરતા આ બીજી જામીન અરજી પણ નામ. સ્પેશ્યલ જજે રદ કરેલ છે.

સ૨કા૨ ત૨ફે ૨જુઆત કરવામાં આવેલ કે, વિકલાગ હોવાથી ફાયદો ઉઠાવી આરોપી જીજ્ઞાબેને સર્કલ ઓફીસર સાથેની પોતાની ઓળખાણનો લાભ લઈને જયાબેન ગજેરાની ખાનગી માલીકીની જમીનને સરકારી ખરાબાની જમીન ગણાવી આ જમીન હડપ કરવાનો પ્રયાસ કરેલ છે.

કલેકટર કચેરી સુધી આ પ્રયાસોમા નિષ્ફળ ગયેલ હોવા છતાં આ ત્રણેય આરોપીઓ જમીન માલીકને આ જમીનનો ઉપયોગ કરતા ગેરકાનૂની રીતે અટકાવે છે. તેથી વિકલાગ માટેની સરકારની આવી લાભકારી નિતીનો ગેરઉપયોગ થતા લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ફરીયાદ નોધાવવામાં આવેલ છે.

આમ, થતા જયારે આરોપી નાસતા- ફરતા હોય ત્યારે જીજ્ઞાબેન રાજયગુરુની બીજી જામીન અરજી રદ કરવી જોઈએ. સરકાર તરફેની આ રજુઆત માન્ય રાખી લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળની ખાસ અદાલતે જીજ્ઞાબેન રાજયગુરુની જામીન અરજી રદ કરેલ છે.

Read About Weather here

આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here