મોબાઈલ ગેમ રમતા રમતા શરૂ થઇ લવ ગેમ…!

ગેમ રમતા રમતા પ્રેમ થયો : સગીરાને ભગાડી ગયો...!
ગેમ રમતા રમતા પ્રેમ થયો : સગીરાને ભગાડી ગયો...!
પબજી ગેમથી પાંગરેલા પ્રેમના દોઢ વર્ષ બાદ પ્રેમિકા સગીર વયની હોવાથી તેને ભગાડી જવાના કેસમાં પ્રેમીને જેલમાં જવાનો વારો આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પબજી ગેમ રમતાં રમતાં થઈ ગયો પ્રેમ… સાંભળીને તમને આશ્ચર્ય લાગશે, પરંતુ મહેસાણા પંથકના એક ગામની સગીરાને પબજી ગેમ રમતાં રમતાં મહારાષ્ટ્રના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.

મહેસાણા પંથકના એક ગામની 15 વર્ષીય કિશોરીને પબજી ગેમ રમતાં રમતાં મહારાષ્ટ્રના 19 વર્ષીય યુવક સાથે પરિચય થયો હતો. મોબાઈલ નંબર લીધા બાદ બંનેએ એકબીજાના ફોટાની આપ-લે કરી હતી.

ત્યાર બાદ દોઢ વર્ષ સુધી બંને વચ્ચે વાતચીત ચાલુ રહેતાં પરિચય પ્રેમમાં પરિણમ્યો હતો. બંનેએ એકબીજાને રૂબરૂ મળવાનો નિર્ણય કરતાં એક માસ અગાઉ મહારાષ્ટ્રનો યુવક મહેસાણા આવ્યો હતો અને સગીર વયની કિશોરીને ભગાડી ગયો હતો.

15 ઓક્ટોબરે ભગાડી ગયા બાદ માતા-પિતાએ શોધખોળ કરવા છતાં નહીં મળતાં પોલીસને જાણ કરતાં 19 ઓક્ટોબરે સગીરાના અપહરણ મામલે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

બંનેને મહેસાણા લાવી સગીરાને માતા-પિતાને સોંપી હતી, જ્યારે બુલધાણા જિલ્લાના મહેકર ગામનો 19 વર્ષીય રોહિત સુનીલ નવધરે 15 વર્ષીય સગીરાને ભગાડી ગયો હોવાથી તાલુકા પોલીસે ગુનો નોંધી જેલહવાલે કર્યો હતો.

તપાસ દરમિયાન બંનેના મોબાઈલ નંબરના સીડીઆર એનાલિસિસ કરતાં સગીરા મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લામાં હોવાની માહિતી મળી હતી, તેથી મહેસાણા તાલુકા પીઆઈ આર.એલ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી. વાઘેલા,

Read About Weather here

ઈમરાનભાઈ, વિમલકુમારની ટીમે મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લાના મહેકર ગામના મિલિન્દનગરમાં વોચ ગોઠવી આરોપી યુવક અને સગીરા હોટલમાં જમવા આવ્યા ત્યારે પકડી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here