ગુસ્સામાં ભીડ પર ચઢાવી દીધી કાર…!

ગુસ્સામાં ભીડ પર ચઢાવી દીધી કાર...!
ગુસ્સામાં ભીડ પર ચઢાવી દીધી કાર...!
લખનઉમાં હિટ એન્ડ રનનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં ગોસાઈગંજમાં એક યુવકે ભીડ પર કાર ચઢાવી દીધી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે, જ્યારે 5ની હાલત ગંભીર છે. ઘટના બુધવારે મોડી રાત્રે એક મેરેજ હોલની બહાર બની હતી. ત્યાં લાગેલા CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે.ગોસાઈગંજમાં બુધવારે રાતે એક તિલક સમારોહ યોજાયેલો હતો. એમાં સામેલ થવા આવેલા એક યુવક આશિષ રાવતનો ત્યાં કોઈકની સાથે ઝઘડો થઈ ગયો.
કારની ટક્કરથી સૂરજ યાદવનું મોત થયું (ફાઈલ ફોટો)

Visit Saurashtra Kranti Homepage here

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે ગુસ્સામાં આશિષ મેરેજ હોલની બહાર જતો રહ્યો. 10 મિનિટ બાદ તે ફરી મેરેજ હોલ પહોંચ્યો હતો.ઝડપી ગતિએ આવેલી કારથી તેણે હોલની બહાર ઊભેલા 7-8 લોકો પર કાર ચઢાવી દીધી. એમાં એક યુવકનું મોત થયું, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારજનો દ્વારા પોલીસને હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી.

Read About Weather here

કબીરપુર ગામના લોકોએ જણાવ્યું હતું કે મહેન્દ્ર સિંહનો તિલક સમારોહ હતો. સમારોહમાં આશિષ યાદવ સામેલ થવા આવ્યો હતો. આ જ કાર્યક્રમમાં આશિષ રાવત પણ વગર બોલાવ્યે આવ્યો હતો. આરોપી આશિષનો તિલક સમારોહ સ્થળ પર ઝઘડો થઈ ગયો. મારપીટ કર્યા બાદ તે ત્યાંથી વેગેનઆર ગાડી લઈને ઝડપી ગતિએ ભાગ્યો. આગળ રસ્તા પર ભીડ હતી. આરોપી તેમના પર કાર ચઢાવી ભાગી ગયો. આ કેસમાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here