ટૂંક જ સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે
અનમેન્ડ એરિયલ વ્હીકલ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દૃી બનાવવા માંગતા લોકોને માર્ગદૃર્શન અને કૌશલ્ય પૂરું પાડવાના હેતુસર ગુજરાત સરકાર ટૂંક જ સમયમાં ડ્રોન સંચાલનની તાલીમ આપવાની શરુઆત કરી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
મહત્વના સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ડ્રોનના ઉપયોગની શૈક્ષણિક અને રિમોટ પાઈલટ ટ્રેનિંગ આપવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ,
ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ અને બ્લ્યુ રે એવિએશન લિમિટેડ વચ્ચે ત્રિપક્ષી કરાર થવાની સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું કે, આ કોર્સ ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ હશે.
વધુમાં જણાવાવમાં આવ્યું કે- રાજ્યના શિક્ષણ વિભાગ, અને બ્લુ રે એવિએશન દૃરમિયાન તાજેતરમાં એક મુલાકાત ગોઠવાઈ હતી.
આ તાલીમ માટે એમઓયુ તૈયાર કરવામાં આવ્યુ હતું અને ટૂંક જ સમયમાં તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોનના સંચાલન માટે તાલીમ આપતો
એક કોર્સ પૂરો પાડવામાં આવશે અને પાઈલટની ફીલ્ડ ટ્રેનિંગની જવાબદૃારી બ્લુ રે એવિએશન દ્વારા લેવામાં આવશે. નોંધનીય છે કો સોમવારના રોજ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને
ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા દૃેશભરની 10 સંસ્થાઓને યુએએસ નિયમો, 2021માં છૂટ આપવામાં આવી છે, જેમાં બ્લૂ રે એવિએશન લિમિટેડનો પણ સમાવેશ થાય છે.
આ છૂટ એક વર્ષ માટે આપવામાં આવી છે. રાજ્યના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજય ચૌહણ જણાવે છે કે, ડ્રોન તાલીમ માટેની સંસ્થાઓમાં બ્લૂ રે એવિએશન પ્રથમ ક્રમાંકે છે
Read About Weather here
માટે ગુજરાતમાં ડ્રોનની તાલીમ પૂરી પાડવાના પ્રયાસો ટૂંક જ સમયમાં સફળ સાબિત થશે. આ તાલીમની મદૃદૃથી ગુજરાતના યુવાનોને પ્રોત્સાહન મળશે અને ખેતી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખનન વગેરે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.(3.13)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here