ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીઑ માટેની અનોખી પહેલ

ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીઑ માટેની અનોખી પહેલ
ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીઑ માટેની અનોખી પહેલ

વૈશ્વિક મહામારીના કારણે વિશ્વના દરેક દેશએ પોતાના દેશના નાગરિકોને બચાવવા લોકડાઉન લગાવ્યું તથા વિદ્યાર્થીઑ માટે શૈક્ષણિક કાર્ય બંધ કર્યું હતું. જેની અસર વિદ્યાર્થીના ભણતર પર થઈ છે. હાલ સ્થિતિ કાબુમાં હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજવળ બનાવવા ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે.

મહામારીને કારણે અનેક લોકો હજુ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિની શિક્ષણ વિભાગ પર પણ ગંભીર અસર પડી છે, ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકાર તરફથી રાહત આપવામાં આવે એ ઉપરાંત યુનિવર્સિટી વિદ્યાર્થીઓની મદદ કરશે, એટલે કે જે વિદ્યાર્થી કે તેના પરિવારમાં કોઈને કોરોના થયો હોય અથવા કોરોનાથી મોત થયું હોય તેવા પરિવારના વિદ્યાર્થીને સરકારની જાહેરાત ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી મદદ કરશે.

Subscribe Saurashtra Kranti here

ગુજરાત યુનિવર્સિટી આવા વિદ્યાર્થીને સ્ટાર્ટ અપ અને એમ્પ્લોયમેન્ટમાં મદદ કરશે. વિદ્યાર્થી સ્ટાર્ટ માટે કોઈ આઈડિયા લઈને આવશે અને જો એ આઈડિયા યોગ્ય હશે તો ગુજરાત યુનિવર્સિટી તેના પ્રોજેક્ટનો તમામ ખર્ચ ઉપાડશે અને વિદ્યાર્થી પોતાના પગ પર ઊભો થાય એ માટે પ્રયત્ન કરશે. અભ્યાસ બાદ વિદ્યાર્થીને નોકરી અપાવવા માટે પણ યુનિવર્સિટી મદદ કરશે. પ્લેસમેન્ટ કે અન્ય પ્રક્રિયામાં યુનિવર્સિટી દ્વારા એમ્પ્લોયમેન્ટ માટે મદદ કરવામાં આવશે.


કોરોના કાળ દરમ્યાન અનેક વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનો સંક્રમિત થયા હોવાથી પરીક્ષા ન આપી શક્યા. આથી એવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બીજી તક આપવામાં આવશે. તેથી તેઓ પોતાની અનુકૂળતા એ તૈયારી કરીને પરીક્ષા આપી શકશે.

Read About Weather here

ઉપરાંત વિદ્યાર્થી એકવાર પરીક્ષા આપ્યા બાદ બીજીવાર પરીક્ષા આપવા ઈચ્છે તો તેને એ જ પરીક્ષા માટે બીજી તક આપવામાં આવશે. બંને પરીક્ષામાંથી જે પરીક્ષામાં ઉચ્ચતર ગુણ મેળવેલ હશે તે પરિણામ માન્ય ગણવામાં આવશે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને અનેક તક તેમજ તેની સાથોસાથ તૈયારી કરે એ બાદ પરીક્ષા આપે એવી વ્યવસ્થા કરવામાં આવશે. આ તમામ બાબતે આગામી દિવસોમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here